Gujarati Lok Singer Controversy: ગુજરાતમાં બે લોક ગાયકો વચ્ચે વિવાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે વિવાદ વકર્યો છે. જી હા... ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદ થયો છે. જેમાં સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. દ્વારકાના કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઇને સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. સાગર પટેલના આરોપ છે કે કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને હવે વિવાદ વકર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી
યુવા સિંગર સાગર પટેલે ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી છે. કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરી છે. કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ લાગ્યો છે.



લોક ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે, કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ આ પૉસ્ટમાં લગાવવામાં આવ્યો છે, કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત કહેવામાં આવી છે. ગુજરાતના બે લોકગાયકોના ઝઘડાને લઇને હવે વિવાદ વધુ વકર્યો છે.


કાજલ મહેરિયા અગાઉ પણ આવી ચૂકી છે વિવાદમાં
નોંધનીય છે કે ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદને કારણે ચર્ચામાં આવી છે. લોકગાયિકા કાજલ મહેરિયા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. કોરોના કાળમાં લોકોની ભીડ જમાવીને નિયમોનો ભંગ કરવા બદલ વિવાદ પેદા કરી ચૂકી છે. 29 નવેમ્બર 2020ની રાત્રે કાજલ મહેરિયાએ ડીજેના તાલે ગીતો ગાયા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ સર્જાતાં જાહેરનામાનું ઉલ્લંઘન થયું હતું. આ અંગેનો વીડિયો ઉતારી વાયરલ કરાયો હતો. પોલીસે લગ્ન આયોજક વરરાજાના પિતા અને કાજલ મહેરીયા સામે ગુન્હો નોંધ્યો હતો. આ ગુનામાં કાજલ મહેરીયા જામીન સાથે થરાદ પોલીસ મથકે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી.


અગાઉ પણ થયો હતો હુમલો
વર્ષ 2020 માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 



કોણ છે કાજલ મહેરિયા?
ઉલ્લેખનીય છે કે, મૂળ વીસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા. વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે.