હિતલ પારેખ/ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LRD ભરતી મુદ્દે થઇ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે 1-8-18નો પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુધારા સાથે નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેવી વાત સાથે સરકારનાં મંત્રીઓ આંદોલન છાવણી ખાટે પહોંચ્યા હતા. પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે છેલ્લા 64 દિવસથી LRD મહિલા પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી હતી. 


આંદોલનકારીઓનું એક જ રટણ પરિપત્ર હાથમાં આવે પછી આંદોલન સમેટીશું
એલઆરટી મુદ્દે મહિલાઓને સાંત્વના આપવામાં આવી છે કે, 1-8-18નો જે પરિપત્ર છે તે રદ્દ કરવામાં આવ્યો છે. સીનિયર કેબિનેટ કક્ષાના મંત્રીઓ દ્વારા પણ તમામ SC, ST અને OBC ના વિદ્યાર્થીઓ અને તેનાં નેતાઓ સાથે બેઠક કરી હતી. રાજ્યકક્ષાનાં મંત્રીમંડળ અને કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ વચ્ચે મહત્વની ચર્ચા બાદ આ મંત્રીઓ પહોંચ્યા હતા. જો કે આ મુદ્દો વધારે ગુંચાવાયો હતો. હાલ જે પણ આદોલનકારીઓ છે તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, જ્યાં સુધી પરિપત્ર તેમનાં હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ પારણા કે આંદોલન કંઇ જ નહી સમેટે. 
આંદોલન સમેટવા માટે ગયેલા મંત્રીઓ લીલા તોરણે પાછા ફર્યા
આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને આગેવાનો તમામ પરિપત્ર થયા બાદ જ પારણા કરશે તેવું જણાવતા તેમને મનાવવા માટે આવેલા મંત્રીઓ માત્ર વાતચીત કરીને પરત ફરી ગયા હતા. ઉપવાસ આંદોલન યથાવત્ત ચાલુ રહ્યું હતું. મંત્રી કુંવરજી બાવળીયાને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાનાં મંત્રીઓ વચ્ચે મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિએ કીધું હોય કે પરિપત્ર રદ્દ થશે તો તે થાય જ. સરકાર પર ભરોસો રાખવો જોઇએ. સરકાર આજે તેમનાં દ્વારે આવી હોવા છતા પણ તેઓ પોતાનાં પારણા કરવા સમંત નથી તો પછી હવે તે તેમનો વિષય છે. 


અહીંથી ચાલુ થયો વિવાદ
રાજ્ય દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9713 જગ્યાની જાહેરાત થઇ હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ ખાલી રખાઇ હતી. જેની 6 જાન્યુઆરી 2019નાં દિવસે પરીક્ષાનું આયોજન થયું હતું. જો કે મેરિટમાં અનામત વર્ગની મહિલાઓ ઉચ્ચ મેરિટ ધરાવતી હોવા છતા તેની બાદબાકી પરિપત્રનાં કારણે મેરિટમાંથી થઇ હતી. જેના કારણે SC-ST-OBC સમાજની મહિલાઓ 64 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube