તાપી : જિલ્લાના વ્યારા શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત વ્યારા નગર પાલિકામાં જૂથવાદ ફરી એકવાર ખુલીને સામે આવી રહ્યો છે. જેમાં ભાજપનો પાયો નાખનાર સ્વ.જગદીશભાઈ કાચવાલા હાલ ભાજપ શહેર પ્રમુખના પિતાજી છે તેમનું નામ કોમ્યુનિટી હોલ પર આપ્યા બાદ કાઢી નાખતા વિવાદ સર્જાયો છે. તાપી જિલ્લા ભાજપમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે. જેમાં વ્યારા શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત નગર પાલિકા વ્યારામાં આ જૂથવાદ સામે આવ્યો છે. જેમાં વર્ષોથી ભાજપમાં રહેલા અને વ્યારા શહેરમાં ભાજપનો પાયો નાખનાર સ્વ જગદીશભાઈ કાચવાલાના નામકરણને લઈ આ જૂથવાદ સામે આવ્યો છે. કારણ કે વ્યારા શહેર ભાજપના પ્રમુખના પિતાજી સ્વ જગદીશભાઈના નામ બોર્ડ કોમ્યુનિટી હોલ પર મૂકી અને માત્ર એક સપ્તાહની અંદર વ્યારા નગર પાલિકા દ્વારા નામ ઉતારી લેતા શહેર ભાજપ અને નગર પાલિકાનો જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા દુઃખ વ્યક્ત કરી મોવડી મંડળ માં ફરિયાદ કરવા બાબતે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં તોતિંગ ઉછાળો, 23,150 નવા કેસ


સ્વ જગદીશભાઈ કાચવાલાનું નામ કોમ્યુનિટી હોલ પર મુકવા બાબતે વ્યારા નગર પાલિકાની કારોબારી સમિતિ અને સંગઠનની કારોબારી સમિતિમાં મંજુર કરવામાં આવ્યું હોવા છતાં વ્યારા નગર પાલિકા દ્વારા નામ ઉતારી લેતા કારોબારી અધ્યક્ષને પૂછવામાં આવતા તેમણે કર્મચારીની ભૂલ થઈ હોવાનું બહાનું ધરી સરકારી જવાબ આપી છટક બારી શોધી હતી.


GUJARAT ને શું થવા બેઠું છે? ઠંડી,ગરમી, વરસાદ, કોરોના બાદ આ આગાહીથી હવે આફતના ઓળા ઉતરશે


વ્યારા શહેર ભાજપ અને વ્યારા નગર પાલિકાનો જૂથવાદ ખુલીને બહાર આવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ચર્ચા એ જોર પકડ્યું છે. ત્યારે સામી ચૂંટણી એ જૂથવાદ બહાર આવતા જિલ્લા ભાજપ આ જૂથવાદને ઠંડો પાડવામાં કેટલું સફળ થાય છે એ જોવું રહ્યું. ત્યારે ભાજપનો પાયો નાખનાર સ્વ જગદીશભાઈ કાચવાલાના નામકરણ બાબતે કરવામાં આવેલ અપમાન કેટલું યોગ્ય કહેવાય? એવા સવાલ સાથે શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube