તાપી: જિલ્લા ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે રૂપિયા 10 લાખની લાંચ માંગવાના ગુનામાં તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની ધરપકડ કરી છે. શાળાને આપેલી નોટીસ અંગેની કાર્યવાહી દફ્તરે કરવા 10 લાખની માંગણી કરી હતી. જો કે આરોપીઓ એસીબીના છટકામાં સપડાયા નહોતા પણ લાંચની માંગણી કરી હતી જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે તપાસ હાથ ધરતા તેમના રહેણાંક ફ્લેટમાં બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ પણ મળી આવી હતી. આરોપીઓએ કોર્ટમાં રજુ કરતા કોર્ટે 21મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં ધોધમાર વરસાદ: યાર્ડમાં મગફળી અને ડુંગળીની હજારો ગુણીઓ પલળી ગઇ

તાપી જિલ્લાના વ્યારાના વીરપુર ગામ ખાતે આવેલી વિદ્યાકુંજ શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સપેક્શનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી કેટલાક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી.


કોરોના કાળમાં જો સુપનું સેવન કરી રહ્યા છો તો થઇ જજો સાવધાન! નહી તો ઉલમાંથી ચુલમાં પડશો

શાળાના આચાર્યએ લાંચની રકમ આપવા નહી માંગતા હોવાના કારણે તાપી એસીબીને જાણ કરી હતી. જેના આધારે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. જો કે છટકા અંગે શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ શંકરલાલ પટેલને લાંચની રકમ આપવા માટે જણાવ્યું હતું. જેથી આચાર્ય લાંચની રકમ લઇને રવિન્દ્રકુમાર આપવા જતા શિક્ષણાધિકારીએ એસીબીના છટકાની જાણ થતા લાંચની રકમ સ્વીકારી નહોતી. લાંચના છટકા દરમિયાન એકત્રી થયેલા પુરાવામાં શિક્ષણાધિકારી અને રવિન્દ્રકુમાર એકબાજીની મદદગારીમાં 10 લાખની લાંચની માંગણી કરી હોવાથી બંન્ને વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube