Gujarat Education સપના શર્મા/અમદાવાદ: બાપુનગરમાં આવેલી સિલ્વર બેલ્સ શાળાની મનમાની અમદાવાદ બાપુનગરમાં આવેલી સિલ્વર બેલ્સ શાળાની મનમાની સામે આવી છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પાસે બોર્ડ પરીક્ષાની કેટલી ફી લેવી તે અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર હોવા છતાં ખાનગી શાળા બેફામ પણે વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આ ફોર્મ માટે શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લઇ શકશે તેનો પરિપત્ર રાજ્ય સરકારે કર્યો છે. પરિપત્ર મુજબ ધોરણ 10 ની 380 અને ધોરણ 12ની ફી 540 રૂપિયા લઇ શકાય છે, પણ બાપુનગરમાં આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલની મનમાની સામે આવી છે. 



શાળાએ 10માં ધોરણના વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ બોર્ડે નક્કી કરેલા 380 રૂપિયાના બદલે 500 રૂપિયા, કોમ્પ્યુટરના 1200 અને સ્કૂલ રાઉન્ડ એક્ષામના 500 રૂપિયા કહી 2200 રૂપિયા લીધા, જયારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી 2500 રૂપિયા લીધા. જુદી જુદી ફી માટે માત્ર મૌખિક સૂચના આપી બોર્ડ એક્ષામના નામે ફોર્મ ભરાવવામાં આવી રહી છે. જો કે ફોર્મ ઉપર કોમ્પ્યુટર ફી, એક્ષામ ફી, ક્લાસ ટેસ્ટની ફીની કોઈ સૂચના આપવામાં આવી રહી નથી. 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીનીઓને ફી માંથી માફી આપી છતાં શાળા ફી ઉઘરાવી રહી છે. ઘટનાની જાણ થતા ZEE 24 કલાકની ટીમનુ રિયાલિટી ચેક કર્યું. જેમાં વિદ્યાર્થીનીના વાલી બની ZEE 24 કલાકની ટીમ સિલ્વર બેલ સ્કૂલમાં પહોંચી હતી. વિદ્યાર્થીનીઓને ફી માફી આપવા સામે શાળાના HOD નો ZEE 24 કલાકના સંવાદદાતાને જવાબ - અમે ખાનગી શાળા હોવાથી ફી લઈએ છીએ. જો કે શાળાએ આવેલા વિદ્યાર્થીઓના વાલીએ પણ શાળાના સંચાલકો સામે સ્વીકાર્યું કે ફોર્મના નામે તેમની પાસેથી 2200 રૂપિયા ભરવા માંગણી કરવામાં આવી.