અમદાવાદ : હાઇકોર્ટ દ્વારા દરેક શાળામાં આગની ઘટનાઓ સામે રક્ષણ માટે ફાયર સેફ્ટીના સાધનો જરૂરી હોવાની ટકોર બાદ જિલ્લા શિક્ષણાધિકારી સહિતનું તંત્ર દોડતું થયું છે. 12 માર્ચ સુધીમાં દરેક શાળાઓમાં ફાયર NOC લેવું ફરજીયાત છે. જે શાળાએ ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવ્યા છે તેમને વિગતો આપવા અને ન કરાવ્યા હોય તેને ઇન્સ્ટોલ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ શાળાઓને ફાયર સેફ્ટી અનુસાર સાધનો લગાવવા અને ફાયર વિભાગ પાસેથી NOC લેવા માટે નિર્દેશ અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...


શાળાઓ અને ટ્યુશનમાં વારંવાર આગની ઘટના બને તો તેને નિવારી શકાય તે માટે હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ફાયર વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા અનુસાર શાળાના વર્ગખંડ, પ્રાર્થના ખંડ, વિજ્ઞાન ખંડમાં 12 માર્ચ સુધીમાં ફાયર સેફ્ટીના સાધનો ફરજીયાત ઇન્સ્ટોલ કરવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરાવ્યા બાદ તે જ દિવસે શાળાના શિક્ષણ નિરિક્ષકે નક્કી કરેલા માપદંડોનું ચેકિંગ કરવું ફરજીયાત રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube