ધોરણ-12 સાયન્સ પરિણામઃ રાજકોટ પ્રથમ જિલ્લો, છોટા ઉદેપુરનું પરિણામ સૌથી ઓછું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાવાર પરિણામના આંકડા પર એક નજર.
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, A-ગ્રૂપનું પરિણામ 78.92%, B- ગ્રુપનું પરિણામ 67.26% અને AB-ગ્રૂપનું પરિણામ 64.29% જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે, આ વર્ષે ધોરણ-12 સાયન્સમાં કુલ 1,23,860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે.
રાજ્યના આઠ જિલ્લામાં A1 ગ્રેડ ધરાવતા એક પણ વિદ્યાર્થી પાસ થયા નથી. ડાંગ, પાટણ, દાહોદ, નર્મદા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહિસાગર,દીવ આદિવાસી વિસ્તારમાં A1 ગ્રેડ ધરાવતો એક પણ વિદ્યાર્થી નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ઉંચું મતદાન આદિવાસી વિસ્તારમાં થયું હતું. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં નબળા આદિવાસી વિસ્તાર નબળા સાબિત થયા છે. લોકસભા ચૂંટણીમાં સૌથી ઉંચું મતદાન આદિવાસી વિસ્તારમાં થયું હતું. જોકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ મેળવવામાં નબળા આદિવાસી વિસ્તાર નબળા સાબિત થયા છે.
સૌથી સારું પરિણામ ધરાવતા પ્રથમ પાંચ જિલ્લા
1. રાજકોટ (84.47%)
2. બોટાદ (84.12%)
3. મોરબી (84.02%)
4. અમદાવાદ(ગ્રામ્ય) (81.28%)
5. મહેસાણા (80.85%)
ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણમા, 84.17 ટકા સાથે રાજકોટ પ્રથમ
સૌથી ઓછું પરિણામ ધરાવતા 5 જિલ્લા
1. છોટા ઉદેપુર(29.81%)
2. દાહોદ (34.92%)
3. મહિસાગર (45.59%)
4. તાપિ (48.71%)
5. નર્મદા(48.89%)
ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ: વિદ્યાર્થીઓએ 'ગણિત' બરોબર ગણ્યું
સમગ્ર રાજ્યમાં ગ્રેડ પ્રમાણે પાસ થનારા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે
ગ્રેડ | વિદ્યાર્થી |
A1 | 254 |
A2 | 3690 |
B1 | 9828 |
B2 | 16,630 |
C1 | 24,550 |
C2 | 27,575 |
D | 6508 |
E1 | 25 |
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV