દીવ: પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેવાની મોટી ગિફ્ટ મળી છે. સૌથી વધારે જાણીતા બે સ્થળો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દિવ સોમનાથ દીવની હવાઈ યાત્રા શરૂ કરાઈ છે. દીવથી સોમનાથ હવે હેલિકોપ્ટર ઉડશે. જેમાં કલેકટર અને વિદ્યાર્થીઓએ પહેલી ઉડાન ભરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતજો ભઈ! અમદાવાદના આ વિસ્તારોમાં 10 ઝોલા છાપ ડોક્ટરો પર તવાઇ, AMC એ બનાવી યાદી...


કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર્યટકો માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. દીવમાં પ્રવાસીઓને આકર્ષવા માટે તંત્ર દ્વારા પણ અનેક આયોજનો કરવામાં આવતા રહે છે. ઉપરાંત સુવિધાઓ પણ આપવામાં આવતી રહે છે. તેવામાં પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે વધારે એક સુવિધા આપવામાં આવી છે. જેમાં દીવથી સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હેલીકોપ્ટરની પહેલી ટ્રીપ ઉપડી હતી, તેમાં દીવના કલેક્ટરે વિદ્યાર્થીઓ સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આ અનોખી પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે. 


રાજકોટ મનપાના પાપે યુવકનું કરૂણ મોત, માથામાં સળિયો આરપાર થતાં લોહીના ફૂવારા ઉડ્યા!


દીવ-સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે હેલિકોપ્ટર દીવથી ઉપડ્યું ત્યારે અને સોમનાથ પહોંચ્યું ત્યારે મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ હેલિકોપ્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે હેલિકોપ્ટરની ટિકિટ અંગે હજી સુધી કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. અઠવાડીયાના 3 દિવસ હેલિકોપ્ટર સેવા પ્રાથમિક તબક્કે ચલાવવામાં આવશે. ત્યારબાદ ટ્રાફીક મળશે તો રોજિંદી રીતે સેવા શરૂ કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. 


Holashtak 2023: જાણો કઈ તારીખથી શરૂ થાય છે હોળાષ્ટક, હોલિકા દહનનો આ છે શુભ સમય


અત્રે ઉલ્લેખનીય છે કે, દીવથી દમણ વચ્ચે હાલ હેલિકોપ્ટર સેવા ચાલી રહી છે. તેમાં વધારો કરીને દીવથી સોમનાથ સેવાનો પણ પ્રારંભ કરાવાયો છે. ફેબ્રુઆરી 2019માં PM મોદી દ્વારા દમણ અને દીવ વચ્ચેની હેલિકોપ્ટર સેવાનો આરંભ કરાવવામાં આવ્યો હતો.  દમણ અને દીવ વચ્ચે રોડ માર્ગે 700 કિલોમીટર જેટલું અંતર છે. દમણથી દીવ રોડ માર્ગે પહોંચતા 14 કલાકથી વધુ સમય લાગે છે. જોકે, હેલિકોપ્ટરની સેવા શરૂ થયા બાદ દમણથી દીવ હેલિકોપ્ટરમાં માત્ર એક કલાકમાં જ પહોંચી શકાય છે.