જમીલ પઠાણ, છોટાઉદેપુર: અમેરિકામાં રહેતા રાજ્યના ખેડૂતે મેળવેલ સિદ્ધિને લઇને આ ખેડૂતે એકવાર નહિં પરંતુ બે વાર અમેરિકાના રાષ્ટ્રપતિના ઇ-સ્ટાર એવોર્થી સન્માનિત કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દિવ્યેશ પટેલના સન્માનને લઇને પરિવાર સહિત બોડેલી પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- બ્રેઇનડેડ મહિલાએ 6 લોકોને આપ્યું નવજીવન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન


આપનો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ત્યારે ભારતના અને એમાં પણ આપના ગુજરાતના એક ખેડૂતે કૃષિ ક્ષેત્રે અમેરિકામાં ડંકો વગાડ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલિખરવા ગ્રામ પંચાયતના સરપંચ કંચન પટેલના પુત્ર દિવ્યેશ પટેલ કે જે વર્ષ 2001થી અમેરિકામાં સ્થાયી થયેલા છે. જેઓને અમેરિકાની સરકાર દ્વારા ખેતીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ બિઝનેસ કેટેગરીનો ઇ-એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


વધુમાં વાંચો:- પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ


[[{"fid":"221363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વ્હાઇટ હાઉસમાં ગત મહિને યોજાયેલ એવોર્ડ સેરેમની કાર્યકર્મમાં દિવ્યેશ પટેલને લીલા ચણા, વટાણા, મસૂર જેવા કઠોળનું મોટાપાયે ઉત્પાદન કરી તેનું પ્રોસેસ કરી અમેરીકાથી ભારત સહિત 35 દેશોમાં નિકાસ કરવા બદલ બિઝનેસ કેટેગરીમાં ઇ-સ્ટાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મૂળ બોડેલીના દિવ્યેશ પટેલને વર્ષ 2015માં પણ અમેરીકાના રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 23મી મેના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસમાં દિવ્યેશ પટેલને બીજીવાર એવોર્ડ મળતા પરિવરાજનો અને બોડેલીવાસીઓમાં આનંદ સાથે ગર્વની લાગણી પ્રસરી છે.


વધુમાં વાંચો:- નવરંગપુરાની ઘટના બાદ પોલીસનું PG ચેકિંગ, સંચાલકોને આપી જરૂરી સૂચના


હાલ બોડેલી ખાતે રહેતા દિવ્યેશના પિતા કંચન પટેલ કે, જેઓ પોતે બોડેલીના અલિખેરવા ગ્રમા પંચાયતના સરપંચ હોવાની સાથે પંથકના એક સમાજસેવી વ્યક્તિ પણ છે. ગામના જ એક યુવાને મેળવેલ આ અભૂતપૂર્વ સિદ્ધિને લઇને પંથકના લોકો કંચનભાઇ પટેલને મળવા આવી રહ્યાં છે. અને મો મીઠું કરાવી અભિનંદન પાઠવી રહ્યાં છે. ત્યારે પોતાના પુત્રએ કરેલી બોડેલીથી અમેરીકાની સફર અન મેળવેલી સિદ્ધિ અંગે Zee24Kalakએ બોડેલી ખાતે રહેતા દિવ્યેશના પિતા કંચનભાઇ પટેલ સાથે ખાસ વાતચિત કરી હતી.


વધુમાં વાંચો:- વડોદરામાં સ્કુલવાન ચાલકોની નફ્ફટાઇ, બાળકોના રસ્તે રઝળતા મુક્કી ભાગી ગયા


[[{"fid":"221364","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


જેમાં કંચનભાઇ પટેલે અમેરીકામાં વિકસાવેલા તેના કૃષિ ક્ષેત્રનું વિવરણ આપ્યું હતું. વર્ષ 2015માં મળેલા એવોર્ડ બાદ વર્ષ 2016માં અને વર્ષ 2018માં પોતાના માદર વતન બોડેલી આવેલા દિવ્યેશનું બોડેલીના ભક્ત સમાજ અને વિવિધ સંસ્થાઓએ પણ સન્માન કર્યું હતું. ત્યારે દિવ્યેશ પટેલે પોતે મેળવેલ સિદ્ધિને લઇ ભારત અને ગુજરાત સરકાર તેમજ અમેરીકાની સરકારનો આભાર માનવાની સાથે તેમના સાહસ અને સિદ્ધિ દેશના અન્ય યુવા કિસો માટે પ્રેરણાસ્ત્રોત બને તેવી આશા સેવી હતી.


વધુમાં વાંચો:- પ્રી-બજેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત માટે કેન્દ્રીય સહાયની કરી માગ


અમેરીકામાં કેવી રીતે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે તેનું પ્રોજેક્ટર દ્વારા નિદર્શન પણ કરાવ્યું હતું. બે વાર અમેરીકાની સરકાર દ્વારા સન્માનિત દિવ્યેશને ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. જેથી અહીની સરકાર પણ દિવ્યેશનું સન્માન કરે તેમ સ્થાનિકો ઇચ્છી રહ્યાં છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...