હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓ દિવાળી ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારે સમય મર્યાદા રાખી છે. સરકારના જાહેરનામા મુજબ, રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના તહેવારને લઈ ગૃહ વિભાગ દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. રાજ્યમાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ગુજરાતમાં રાત્રે 8 થી 10 માં જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી સવારે 12.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. સાથે જ રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ રાજ્યમાં જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. 


આ પણ વાંચો : મહિલાએ કપડા ઊંચા કરીને ડ્રેસમાં કાજુ-બદામનુ પેકેટ સરકાવ્યું, CCTV માં કેદ થઈ શરમજનક હરકત 


સરકારના જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. 


આ સાથે જ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે 8 થી 10 કલાક સુધીમા જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11.55 થી 12.30 સુધી ફોડી શકાશે.