દિવાળીની રજામાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર લાખો લોકો ઉમટ્યાં! SOU, ગીર-સોમનાથ, પાવાગઢ પ્રવાસીઓની પહેલી પસંદ
દિવાળી વેકેશનમાં સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ, રણ સહિત ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યા
ઝી બ્યૂરો, અમદાવાદઃ પાવાગઢમાં 3 દિવસમાં 6 લાખથી વધુ હરવા-ફરવા માટે જઈ આવ્યાં. બીજી તરફ ગીરમાં 30 હજાર લોકો ઉમટ્યા હતા. દિવાળીની રજાઓની વાત કરીએ તો છેલ્લાં 4 દિવસમાં 2 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) મુલાકાત લીધી હતી. દિવાળીની 4 દિવસની રજાઓએ રાજ્યના તમામ પર્યટક સ્થળોને જીવંત કરી દીધાં હતાં. બે વર્ષથી કોરોનાના કારણે કેદમાં પુરાયેલા લોકોએ આ તહેવારોની રજાઓમાં ભરપૂર પ્રવાસ માણ્યો હતો. રાજ્યનું એક પણ સ્થળ એવું નહોતું જે આ વખતે પર્યટકો વિનાનું હોય. સોમનાથ, ગીર, સ્ટેચ્યૂ, રણ સહિત ગુજરાતના પ્રવાસન સ્થળો પર 25 લાખથી વધુ લોકો ઉમટ્યાં હતા. કચ્છના સફેદ રણ સિવાય હેરિટેજ સાઇટ જાહેર થયેલા ધોળાવીરામાં પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગીર જંગલ સફારીમાં ઓનલાઇન બુકિંગ ફૂલ થઇ ગયા હતા.
દિવાળીના તહેવારોમાં આ સ્થળોએ આવેલા પર્યટકોઃ
પર્યટન સ્થળ નવા વર્ષના દિવસે 3 દિવસ દરમિયાન
સ્ટેચ્યુ ઓફ યુનિટિ 51,000 2 લાખ (4દિવસ)
પાવાગઢ 1 લાખ 6 લાખથી વધુ
ચોટીલા 2.50 લાખ 5 લાખ
દ્વારકા 1.25 લાખ 4.15 લાખ
સોમનાથ 41,458 2.21 લાખ લોકો
જુનાગઢ -ગીર 4500 30000 (6 દિવસ)
અંબાજી 50 હજાર 2.50 લાખ
નડા બેટ 7,000 30 હજાર
સાપુતારા 18000 1 લાખ
ડાકોર 50 હજાર 2.50 લાખ
માંડવી બીચ - 1 લાખ
માતાનો મઢ 50 હજાર 1.50 લાખ
ગુજરાતનું સૌથી જાણીતા પ્રવાસન સ્થળ તરીકે નામના મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દિવાળીની 4 દિવસની રજામાં 2 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા દેવદિવાળી સુધીની ટિકિટ અને હોટેલો 90 ટકા બુક થઇ ગઇ છે. મોઢેરાના ઔતિહાસિક સૂર્યમંદિરમાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
મોટી સંખ્યામાં લોકોએ સોમનાથ, દ્રારકા, પાવાગઢ, અંબાજી જેવા જાણીતા મંદિરોમાં દર્શન પણ કર્યાં હતા. સાપુતારા પણ પ્રવાસીઓમાં ફેવરિટ રહ્યું હતું. ગુજરાત બહારના સ્થળોએ પણ ગુજરાતીઓ જ જોવા મળતા હતા. રાજસ્થાન, ગોવા સહિત દેશના અનેક સ્થળોએ પ્રવાસીઓમાં ગુજરાતી લોકોની સંખ્યા વધારે હતી.