તેજસ મોદી/મહેસાણા: મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. જેમાં દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે. દૂધમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. 21 તારીખથી દૂધની ખરીદીમાં વધારો લાગુ કરવામાં આવશે. પશુપાલકોને હવે 730ના બદલે 740 રૂપિયા ચૂકવાશે. ભાવવધારાથી 6.50 લાખ પશુપાલકોને ફાયદો થશે.


અગાઉ દૂધસાગર ડેરી પશુપાલકોને 730 રૂપિયા કિલોફેટે ભાવ આપતી હતી. જ્યારે હવે 10 રૂપિયાનો વધારો કરવામાં આવતા દૂધસાગર ડેરી પશુપાલકોને 740 રૂપિયા કિલો ફેટે આપશે. આ નવો ભાવ આગામી 21 ઓક્ટોબરથી અમલમાં મુકવામાં આવશે. ભાવ વધારવાના નિર્ણયના પગલે પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


દૂધસાગર ડેરીની સાધારણ સભામાં પશુપાલકોને કીલો દૂધ ફેટમાં રૂપિયા 10નો વધારો તેમજ કરોડોનો નફો ભાવ વધારા ફેર આપવાની જાહેરાત કરતા ખેડૂતો પશુપાલકોમાં ભારે ખુશી જોવા મળી હતી. 


આ પણ વીડિયો જુઓ:-