ઝી બ્યુરો/ગાંધીનગર: દિવાળી પહેલાં ગુજરાત સરકારના એસટી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો



આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને દિવાળી પહેલા એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.


'ઘર કા ભેદી લંકા ઢાએ', વાપીમાં 10.50 કિલો ચાંદી ચોરીમાં મોટો ઘટસ્ફોટ, કંપનીના ત્રણ..


ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માગણી કરી હતી. તેના અનુસંધાને એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે.