ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે 13 નવેમ્બરે રજા જાહેર કરી છે. જી હા...કર્મચારીઓને સળંગ 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રજા મળશે. 9 ડિસેમ્બર બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલું રહેશે. અગાઉ કર્મચારી સંગઠનોએ 13 નવેમ્બરે રજા જાહેર કરવા રજુઆત કરી હતી અને સરકારે કર્મચારી સંગઠનની માગણી સ્વીકારી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરના રોજ સરકાર દ્વારા કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે. આમ સરકારે કર્મચારી સંગઠનોની માગણી સ્વીકારી છે. હવે આ રજા જાહેર કરાતા સરકારી કર્મચારીઓને સળંગ 11થી 15 નવેમ્બરની રજાનો લાભ મળી શકશે. જેના લીધે હવે એકીસાથે સળંગ 5 દિવસની રજાનો લાભ મળી શકશે. 


આમ દિવાળી પહેલા ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓને ઉજવણી કરવા માટે વધુ એક કારણ આપ્યું છે અને સરકારે આ માગણીને સ્વીકારી લીધી છે.