મૌલિક ધામેચા, અમદાવાદઃ 24 ઓક્ટોબર એટલે કે સોમવારે દિવાળીનો તહેવાર છે. કોરોના સંકટના સમય બાદ આ વર્ષે લોકો ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવા તૈયાર છે. આ વખતે બજારોમાં રોનક જોવા મળી રહી છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. અમદાવાદમાં લાલ દરવાજા ખાતે આજે ખરીદી કરવા માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. અહીં લોકોની એટલી ભીડ હતી કે પગ મુકવાની જગ્યા પણ નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં લાલ દરવાજા ખાતે ખરીદી માટે લોકો ઉમટી પડ્યા
અમદાવાદમાં દરેક તહેવારમાં ખરીદી માટે લોકોની પહેલી પસંદ લાલ દરવાજા માર્કેટ હોય છે. અમદાવાદના લોકો વર્ષોથી અહીંથી ખરીદી કરતા આવે છે. આજે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આશરે બે વર્ષ બાદ દિવાળી પર લોકોની આટલી ભીડ જોઈને વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી. 


આ પણ વાંચોઃ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થવાનો લગાવ્યો આરોપ


દિવાળીની ખરીદીની ધૂમ
અમદાવાદની સૌથી જૂની લાલ દરવાજા બજારમાં આજે લોકો કપડા, ઘર સજાવટનો સામાન, ઈલેક્ટ્રિક વસ્તુ, ફટાકડા, સહિત અનેક વસ્તુઓ લેવા માટે ઉમટી પડ્યા હતા. અહીં દરેક વસ્તુ વ્યાજબી ભાવે મળતી હોય છે. દિવાળીના તહેવાર નિમિતે આજે અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. એટલે કે ઘણા સમય બાદ લાલ દરવાજા ખાતે આજે ફરી રોનક જોવા મળી હતી. 


વેપારીઓ થયા ખુશ
દિવાળીના મુશ્કેલ સમય બાદ લોકો હવે ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરવા તૈયાર છે. અહીં છેલ્લા ઘણા સમયથી વેપારીઓનો ધંધો ઠપ હતો, પરંતુ આ વખતે ખરીદી કરતા આવતા લોકોને જોઈને વેપારીઓની દિવાળી પણ સુધરી ગઈ છે. વેપારીઓના ચહેરા પર પણ આનંદ જોવા મળી રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube