ઝી બ્યુરો/અમદાવાદ: ટેક્નોલોજીના યુગમાં જે રીતે મોબાઇલ સહિતના આધુનિક ગેજેટ્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે જ માઇન્ડેડ ક્રિમિનલ્સ દ્વારા આચરવામાં આવતા ડિજિટલ ગુના, એટલે કે સાયબર ક્રાઇમનો પંજો જેટ ગતિએ વિસ્તરી રહ્યો છે. સાયબર ક્રાઈમના આકાઓ દરરોજ એક મોડસઓપરેન્ડી લઈને આવે છે અને લોકોની જિંદગીભરની કમાણી એક ઝાટકે છીનવી લે છે. ત્યારે હાલ ગુજરાતમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે અને હવામાન વિભાગ સહિત સમગ્ર રાજ્યના લોકો વાવાઝોડાની નાનામાં નાની અપડેટ જાણવા ઈચ્છુક રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


હાલ સોશિયલ મીડિયાના જમાનામાં હવામાન વિભાગ સહિત અનેક એજન્સીઓની ચક્રવાતની સ્થિતિ જાણવા માટેની લિંક સોશિયલ મીડિયામાં ફરી રહી છે. આ લિંકનો ફાયદો ઉઠાવવા અમુક લેભાગુ તત્વો સક્રિય થયા છે અને તેઓ સાયબર ક્રાઈમના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. એટલે હાલ વાવાઝોડાની દિશા કે સ્થિતિ જાણવા મોબાઈલની એકેય અજાણી લિંક પર ક્લિક કરશો નહીં, નહીંતર વાવાઝોડું તમારા બેંકના ખાતા પરથી પસાર થઈને બધુંય બેલેન્સ ઉડાવી શકે છે, એનો મતલબ એવો કે તમારી એક ખોટી ભૂલ તમારું બેન્ક બેલેન્સ ઝીરો કરી શકે છે.


2024ની તૈયારીઓ શરૂ! સિદ્ધપુરમાં અમિત શાહે રાહુલ ગાંધી અને કોંગ્રેસને લીધી આડે 'હાથ'


નોંધનીય છે કે, આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે આપણે ક્યારેય અજાણ્યા ફોન કરનાર વ્યક્તિને આપણું બેંક એકાઉન્ટ, કાર્ડ અથવા OTP ની વિગતો જણાવવી જોઈએ નહીં. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોડ કરનાર આ વિગતો વિના પણ તમને છેતરી શકે છે? વિનંતી કરીને નાણાં પડાવી લેવાનો ફ્રોડ વધી રહ્યાં છે, અને જો ફ્રોડ કરનાર વ્યક્તિ ફક્ત તમારો ફોન નંબર જાણે છે, તો પણ તમે તેનો ભોગ બની શકો છો.


પતિ નોકરી ગયો'ને મિત્ર ઘરમાં ઘૂસ્યો, બે સંતાનની હાજરીમાં મહિલા સાથે માણ્યું શરીરસુખ


સાયબર એનાલિસ્ટના મતે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ અંદાજે 30 ટકા લોકો આબરૂ જવાના કે, અન્ય કોઇ કારણોસર સંપૂર્ણ હકીકત સાથે સામે આવતા નથી, તેમ છતાં લોકડાઉન બાદ પોલીસના ચોપડે સાયબર ક્રાઇમના 4,451 કિસ્સાઓ દર્જ થઇ ચૂક્યા છે, જેના પરથી સાયબર ક્રાઇમના કિસ્સાઓનું ફલક કેટલી ઝડપથી વધુ રહ્યું છે તે સમજી શકાય છે.


આ લિંક પર કરી શકો છો ક્લિક


આગામી 5 દિવસ આ વિસ્તારોમા પડશે ભારેથી અતિભારે વરસાદ! વાવાઝોડાને લઈને અંબાલાલની આગાહી


આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 


ટાટા ગ્રુપના આ સ્ટોકે કર્યો કમાલ, 10 હજારના બનાવી દીધા 6 લાખ, જાણો વિગત