દમણમાં દારૂ પીવાના નિયમોમાં આવ્યા મોટા ચેન્જિસ, ધ્યાન રાખજો નહિ તો પકડાશો
બેસ્ટ ફરવા જવાનું સ્થળ અને વારંવાર ફરવા જવાનું મન થાય તેવા સ્થળોના લિસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણનું નામ આવે છે. મોટાભાગના ગુજરાતીઓ વિકેન્ડ દમણમાં પસાર કરવાનુ પસંદ કરે છે. ત્યારે આ ફેમસ પિકનિક સ્પોટ દમણમાં જાહેરમાં દારૂના સેવન પર પ્રતિબંધ ફરમાવાયો છે.
જય પટેલ/દમણ :બેસ્ટ ફરવા જવાનું સ્થળ અને વારંવાર ફરવા જવાનું મન થાય તેવા સ્થળોના લિસ્ટમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણનું નામ આવે છે. મોટાભાગના ગુજરાતીઓ વિકેન્ડ દમણમાં પસાર કરવાનુ પસંદ કરે છે. ત્યારે આ ફેમસ પિકનિક સ્પોટ દમણમાં જાહેરમાં દારૂના સેવન પર પ્રતિબંધ ફરમાવાયો છે.
HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, કહ્યું-મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, હવેથી દમણના તમામ બીચ પર દારૂ પીવા પર દંડ થશે. જાહેરમાં દારૂ પીવાને કારણે મારામારીના અનેક બનાવો બન્યા છે. તો બીજી તરફ, બીચ પર દારૂ પીને દરિયામાં નાહવા ગયેલા લોકો સાથે પણ કેટલીક દુર્ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આવી ઘટનાઓ ન બને તે હેતુથી દમણ પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
Video : પ્રેમ કરીને ભાગી જનારાઓને ગામલોકોએ આપી તાલિબાની સજા, નગ્ન કરી માર માર્યો
દમણ પોલીસના જવાનો સાયકલ પર તમામ બીચ પર પેટ્રોલિંગ કરશે. જો જાહેર સ્થળ પર દારૂ પીનારા લોકો પકડાય તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પહેલા પણ આ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારે હવે આ પ્રકારના નિયમોનુ કેવુ અને કેટલુ પાલન થાય છે તે જોઈએ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :