Ahmedabad News અમદાવાદ : અનેક લોકો પોતાના મિત્રો, સ્વજનો અને પાડોશીઓને પોતાના વાહનો બીજાને ચલાવવા આપે છે. તો કેટલાકને બીજાના વાહનો ચલાવવાની આદત હોય છે. તો તમને આવી રીતે વાહન લેવાની અને આપવાની આદત હોય તો બદલી દેજો. નહિ તો લેવાના દેવા પડી જશે. અમદાવાદમાં આંખ ખોલતો કિસ્સો બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને ખબર છે કે વાહન ચાલકની ઉંમર 18 વર્ષથી ઓછી છે છતાં તમે સગીરને વાહન ચલાવવા આપશો તો તમે આરોપી બની શકો છો. આવા જ એક કેસમાં બૂલેટ ચલાવવા આપનાર મિત્ર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વાહન ચલાવવા આપશો તો ખુદ તમે આરોપી બનશો તેવા નિર્દેશ પોલીસે આ કેસમાં આપ્યા છે. સગીરને બુલેટ ચલાવવા આપનાર તેના મિત્રને ટ્રાફિક એમ ડીવીઝન પોલીસે બુધવારે ગુનો દાખલ કરી આરોપી બનાવ્યો હતો. બુલેટ ચલાવતો સગીર વાહન સ્લિપ થતાં ઈજાગ્રસ્ત થયો હતો. જે અંગે ગુનો દાખલ થતાં પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો અને ૧૮ વર્ષીય યુવક સામે કાર્યવાહી થઈ હતી.


આ પણ વાંચો : 


દીકરી પિતાના હાથમાં પણ સલામત નથી, પિતાને કરવા હતા દીકરી સાથે લગ્ન, ગુજરાતને શર્મસાર


માત્ર નલિયામાં જ ઠંડીનો પારો સાતમા આસમાને પહોંચે છે, કેમ? એક્સપર્ટે જણાવ્યા કારણ


નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજ્યું


અમદાવાદમાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે મૂળ બોટાદના અને હાલ જીવરાજપાર્ક વિસ્તારમાં દિકશાંતી ફલેટમાં રહેતાં બળવંતભાઈ મેઘાણી (ઉં,૧૮) સામે મોટર વાહન અધિનીયમની કલમ ૧૯૯ (૧ થી ૬) મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, એક યુવકે પોતાના 17 વર્ષીય સગીર મિત્રને પોતાનું બુલેટ ચલાવવા માટે આપ્યું હતું. આ બુલેટ લઈને નીકળેલો સગીર વાહન સ્લિપ થતાં રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં સગીરને ગંભીર ઈજા થઈ અને બુલેટને નુકશાન થયું હતું. અકસ્માતના આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવ તારીખ 22 સપ્ટેમ્બર, 2022 રોજ રાત્રે 10.45 વાગ્યે શાંતીપુરા સર્કલથી સાણંદ સર્કલ જવાના રોડ પર આવેલી સરકારી ચાવડી પાસે બન્યો હતો. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું કે કાયદાના સંઘર્ષ આવેલા સગીર પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હતું. છતાં તેના મિત્ર સગીરને પોતાનું બુલેટ ચલાવવા માટે આપ્યું હતું.


આ પણ વાંચો : ગુજરાત ઠંડુગાર: ગિરનાર-પાવાગઢમાં રોપવે બંધ, હવામાન વિભાગની ધ્રુજાવી નાખે તેવી આગાહી


હાલમાં સ્કૂલ અને કોલેજોમાં જતા બાળકો ખુલ્લેઆમ ફૂલ સ્પીડે વાહનો લઈને રોડ પર દોડતા જોવા મળે છે. પોલીસ આ મામલે ક્યારેક ક્યારેક ઢિલુ વલણ દાખવે છે જોકે, આ કેસમાં પોલીસે કડકાઈ દાખવી છે.