• સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. તેથી હોળી દહન સમયે સેનેટાઈઝરનો ઉપયોગ જોખમી પુરવાર થઈ શકે છે

  • કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી


ઝી મીડિયા/બ્યૂરો :આજે હોળી છે. સાંજે લોકો પોતાના પરિવાર સાથે હોળિકા દહન કરશે. આ સમયે ભીડ રહેશે. આસપાસ અનેક લોકો રહેશે. તેથી તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. પરંતુ આ તકેદારીમાં તમે એક ભૂલ ન કરી બેસતા. સેનેટાઈઝર લગાવીને પ્રગટાવેલી હોળી પાસે ન જતા. નહિ તો તમારા હાથ બળી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ જરૂરી છે, પરંતુ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં થવો જરૂરી છે. સેનેટાઈઝરના ઉપયોગ સમયે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલ્કોહોલથી બને છે સેનેટાઈઝર
કોરોના સામે તકેદારી માટે ઉપયોગમાં લેવાતા સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે. આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે. આથી આગ પાસે જવાથી તે સળગી ઉઠે છે. આ સંજોગોમાં સેનેટાઈઝર લગાવ્યાં પછી આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. તેથી હોળી દહન સમયે સેનેટાઈઝરનો ઉપયોગ જોખમી પુરવાર થઈ શકે છે. હાથમાંથી આલ્કોહોલ પૂરા પ્રમાણમાં ઉડી ન ગયું હોય તો આગ લગાવાનું જોખમ વધી જાય છે.


આ પણ વાંચો : મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે 


સેનેટાઈઝરની બોટલ લઈને પણ હોળી પાસે ન જતા
સેનેટાઈઝર હાથ પર લગાવ્યું હોય ને તરત જ દિવો પ્રગટાવવા દિવાસળી ચાંપવામાં આવે ને થોડી તકેદારી ન રખાય તો દાઝી જવાનો ભય રહે છે. તો હોળી દહનથી સેનેટાઈઝરની પ્લાસ્ટિક બોટલને પણ દૂર રાખજો. અનેક વખત એવું બને છે કે, સેનેટાઈઝરની પ્લાસ્ટિક બોટલ મહિલાઓ ગમે ત્યાં મુકી દે છે. ખાસ કરીને અગ્નિ પ્રગટેલી હોય ત્યાં લાંબા સમય સેનેટાઈઝરની બોટલ રાખવી જોખમી થઈ શકે છે. 


આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય


આજે સેનેટાઈઝરને બદલે સાબુનો ઉપયોગ કરો 
કોરોના વાયરસની એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આવામાં નાનામાં નાની કાળજી રાખવી જરૂરી છે. જોકે, સત્ય એ પણ છે કે, હાથ ધોવા માટે સેનેટાઈઝર સાબુ જેટલું અસરકારક નીવડતું નથી. સેનેટાઈઝરમાં આલ્કોહોલ હોય છે, પરંતુ સાબુમાં એવો કોઈ પદાર્થ હોતો નથી જેથી આગ લાગી શકે. તેથી જો આજે હોળી પ્રગટાવતા સમયે જવાનું હોય તો સાબુથી હાથ ધોઈને જજો. કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સાવધાની રાખવી એ મુખ્ય હેતુ છે. 


આ પણ વાંચો : ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી, છંટાયો કેસૂડાનો રંગ