નવનીત દલવાડી/ભાવનગર : આપને જાણીને નવાઇ લાગશે કે ઝાડ પર મગફળી થતી હશે ખરી? હા ઝાડ પર મગફળી થાય છે અને તેનું નામ છે સીમારુબા(લક્ષ્મીતરુ) ટેસ્ટમાં પીસ્તા જેવી લાગતી આ મગફળીનું વાવેતર કરવા જેવુ છે. નવા પ્રયોગ સ્વરુપે ખેતર ફરતે વાડ કરીને વાવેતર કરી શકાય છે. યુવા એગ્રીઆંત્રપ્રિન્યોર આ નવા પાકનો લાભ લઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મગફળીનું તેલ કાઢીને વેચવા કરતા તેનુ વેલ્યુ એડીશન કરીને સારી એવી આવક મેળવી શકાય છે. આ સીમારુબાના પાન પણ વેચીને સારી એવી આવક મેળવી શકાય છે. સીમારુબાના પાન ડેંગ્યુનો રામબાણ ઇલાજ છે. આવતા વર્ષોમાં ફાર્મસીવાળા આ સીમારુબાના પાનના સારા એવા ભાવ આપશે. આ વર્ષે જ ૪૫ દર્દીઓ પર ક્લીનીકલ ટ્રાયલ નિષ્ણાંત વૈદ દ્વારા કરવામાં આવી છે અને ડેંગ્યુમાં પ્લેટલેટ ફકત ત્રણ જ કલાકમાં વધવા લાગે છે.


કેન્સરમાં પણ આ વનસ્પતિના પાન ખુબ ઉપયોગી છે. આ ઉપરાંત ઘણા આયુર્વેદીક ઉપયોગો પણ છે. ગુજરાતમાં જામખંભાળીયા અને અમરેલી બાજુ આ સીમારુબાના વાવેતર થાય છે. અત્રે નોંધનીય છે કે, આ ઝાડની દરેકે દરેક વસ્તુ ઉપયોગી થાય છે. તેના ફળથી માંડીને પાન તમામ વસ્તુ ઉપયોગી નિવડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube