અમદાવાદના એક જાણીતા તબીબને ખંડણીનો ધમકી ભર્યો ફોન, પૈસા આપવાની ના પાડતા...
શહેરના એક જાણીતા તબીબને ખંડણીનો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં તબીબ પાસે હોસ્પિટલ ચલાવવા માટે રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પૈસા આપવાની તબીબને ના પાડતા બિભત્સ ગાળો બોલી ધમકી આપી હતી. જો કે, તબીબે પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉદય રંજન/ અમદાવાદ: શહેરના એક જાણીતા તબીબને ખંડણીનો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં તબીબ પાસે હોસ્પિટલ ચલાવવા માટે રૂપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પૈસા આપવાની તબીબને ના પાડતા બિભત્સ ગાળો બોલી ધમકી આપી હતી. જો કે, તબીબે પોલીસ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:- જૂનાગઢમાં ડોક્ટરને મળી ધમકી, "50 લાખ રૂપિયા આપ નહીં તો હું જાનથી મારી નાખીશ"
ભુયગદેવ ચાર રસ્તા પર આવેલી સીતાબા હોસ્પિટલ ચલાવતા ડોક્ટર પ્રકાશ પટેલને ગત બપોરના સમયે એક અજાણ્યા શખ્શે ધમકી ભર્યો ફોન કર્યો હતો. જેમાં ફોન પર ડોક્ટર પ્રકાશ પટેલ પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે ડોક્ટરે ખંડણી આપવાની ના પાડતા બીભત્સ ગાળો બોલીને કહ્યું કે, હોસ્પિટલ બંધ કરાવી દઈશ અને હોસ્પિટલ હવે કેવી રીતે ચલાવી શકો છો જોઈ લેજો આ રીતે ધમકી મળતા જ ડોક્ટરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે બાદ અજાણ્યા નંબર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ કરતા ચાંદલોડિયાના કરણ રબારી નામના યુવકની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:- પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે માગ્યા વધુ રૂપિયા
પોલીસ ગિરફતમાં રહેલ 22 વર્ષીય આરોપી કરણ રબારીએ ડૉકટર પ્રકાશ પટેલને ખંડણી માટે ફોન કર્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. ઘાટલોડિયા પોલીસે લોકેશન આધારે ઘરેથી ધરપકડ કરી દીધી હતી. આરોપી કરણ રબારી ચાંદલોડિયા રહેવાસી છે અને કોલેજ માં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પોલીસ પ્રાથમિક તપાસમાં ગુગલ માં સર્ચ કરી ડૉક્ટરનો નંબર મેળવ્યો હતો અને બાદમાં ફોન કરી ધમકી આપી હતી. ધટલોડિયા પોલીસે આરોપીના અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube