અમદાવાદ અને સુરતમાં તબીબ અને મેડિકલ સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ફફડાટ
હાલમાં કોરોનાને કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લગાવાયેલા લોકડાઉનને 28મો દિવસ છે. ગુજરાતમાં કોરોના પર કાબુ હોવાનાં તંત્રના દાવા વચ્ચે સ્થિતી દિવસે દિવસે હાથમાંથી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત મૃત્યુઆંક અને કોરોનાના દર્દી બંન્ને મુદ્દે સમગ્ર દેશમાં ટોપ 5 રાજ્યોમાં આવે છે. ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સ એટલે કે પોલીસ અને ડોક્ટરમાં પણ ફેલાઇ રહ્યો હોવાનાં કારણે ન માત્ર તંત્ર પરંતુ કામ કરી રહેલા સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
સુરત/અમદાવાદ : હાલમાં કોરોનાને કારણે રાજ્ય સહિત સમગ્ર દેશમાં લગાવાયેલા લોકડાઉનને 28મો દિવસ છે. ગુજરાતમાં કોરોના પર કાબુ હોવાનાં તંત્રના દાવા વચ્ચે સ્થિતી દિવસે દિવસે હાથમાંથી જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત મૃત્યુઆંક અને કોરોનાના દર્દી બંન્ને મુદ્દે સમગ્ર દેશમાં ટોપ 5 રાજ્યોમાં આવે છે. ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સ એટલે કે પોલીસ અને ડોક્ટરમાં પણ ફેલાઇ રહ્યો હોવાનાં કારણે ન માત્ર તંત્ર પરંતુ કામ કરી રહેલા સ્ટાફમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
આજે અમદાવાદની એલજી હોસ્પિટમલાં વધારે ત્રણ મેડિકલ સ્ટાફનો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એલજીમાં અગાઉ પણ તબીબ અને મેડિકલ સ્ટાફના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઘણો સ્ટાફ હાલ ક્વોરન્ટિન કરવામાં આવેલો છે, ત્યારે ડોક્ટર અને મેડિકલ લોબીમાં કોરોનાના સંક્રમણથી ફફડાટ પેઠો છે.
તો બીજી તરફ સુરતમાં પણ વધુ એક મહિલા ડોક્ટરનો કેસ પોઝિટિવ આવ્યો છે. મહિલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મહિલા ડોક્ટર સુરતની કીરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. આ મહિલા તબીબ સુરતના પુણા વિસ્તારની રહેવાસી છે. હાલ તેને સારવાર્થે લઈ જવાઈ છે. આ ઉપરાંત ઘરના અને આસપાસના લોકોની પણ તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં પણ તેઓ જેના જેના સંપર્કમાં આવ્યા હોય તે તમામને ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે.