અતુલ તિવારી/ અમદાવાદ: ગૌ મૂત્ર અને ગોબર અંગે ડોક્ટર મોના દેસાઈ અને ડોક્ટર દિલીપ માવલંકરે આપેલું નિવેદન પરત લેવા અંગે નોટિસ પાઠવવાના મામલે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર મોના દેસાઈએ નોટિસ મળવા અંગે ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર મોના દેસાઈએ કહ્યું કે, આપણે આ વૈશ્વિક મહામારી દરમિયાન એકબીજા પર દોષારોપણ ના કરવું જોઇએ. અત્યારે સૌનો એક જ દુશ્મન છે કોરોના વાયરસ. આપણે આ રીતે ઝગડો કરશો તો કોરોનાને નહીં હરાવી શકીએ. ભારત લોકતાંત્રિક દેશ છે, સૌને બોલવાનો અધિકાર છે, આ અધિકાર કોઈ છીનવી ના શકે. તમારા વિરુદ્ધ કોઈ બોલે તો તમે નોટિસ આપોએ યોગ્ય નથી.


આ પણ વાંચો:- સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક


ગૌમૂત્ર અને છાણાં કોરોનાથી બચાવી શકે છે એવું નોટિસ પાઠવનારા માનતા હશે. આ સમયે આયુર્વેદ કે એલોપેથિએ લડાઈ લડવાનો નથી. હમેશાં નવી શોધ ત્યારે જ થયા છે જ્યારે જૂની વસ્તુમાં કોઈ ઉણય હોય. આયુર્વેદ 5 હજાર વર્ષ જૂનું છે, પણ વર્ષ 1800 ની આસપાસ વ્યક્તિનું એવરેજ આયુષ્ય 25 વર્ષ હતું આજે 70 વર્ષ છે. પહેલા દર એક હજારે 500 થી વધુ બાળકો મૃત્યુ પામતા, આજે 27 બાળકો મૃત્યુ પામે છે, એલોપેથિએ કંઈક તો હરણફાળ ભરી જ છે.


આ પણ વાંચો:- છેલ્લા 1 વર્ષથી બાળકોમાં જોવા મળી રહી છે આ સમસ્યાઓ, જાણો શું કરવું જોઈએ માતાપિતાએ


ગૌમૂત અને છાણ અંગે ICMR અથવા CDC એ કોઈ પ્રમાણપત્ર આપ્યું નથી. ICMR કે CDC એ ગૌમૂત્ર અને છાણાં અંગે પ્રમાણપત્ર આપ્યું હોય તો મને નોટિસ એ પ્રમાણપત્ર મારી પાસે લાવે તો હું માફી માંગીશ. સૌન ખ્યાલ હશે કે સાધ્વી પજ્ઞા દેવીએ કહ્યું હતું કે હું ગૌમૂત્ર લવું છું એટલે મને કોરોના નહીં થાય. દુ:ખદ છે કે, તેમને શ્વાસની તકલીફ થઈ એ હાલ મુંબઇમાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરીએ.


આ પણ વાંચો:- ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો મુખ્યમંત્રી રૂપાણીનો દાવો


ગૌમૂત્ર અને છાણ લોકોના જીવ કોરોનાથી બચાવે છે એ ક્યાંય પ્રામાણિક નથી થયું. વ્યક્તિ સિરિયસ હોય તો રામદેવ બાબા પણ માને છે કે એલોપેથીનો સહારો લેવો પડે છે. કોઈની વાતોમાં આવ્યા વગર માસ્ક પહેરીએ અને વેક્સીન લઇએ એ જ કોરોનાથી બચવાનો એકમાત્ર માર્ગ છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં વધુ એક ખાનગી હોસ્પિટલને પેઈડ વેક્સીનેશનની મંજૂરી અપાઈ


મેં વ્યક્તિગત રીતે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીમાં લોકજાગૃતિનું જ કામ કર્યું છે. મને આ માથાકૂટમાં કોઈ જ રસ નથી. અમે નોટીસનો જવાબ ચોક્કસ આપીશું, કેમ કે ફરી કોઈ આવું ગાણપણ ના કરે. નોટિસ પાઠવનાર પર મને પહેલા ગુસ્સો આવ્યો હતો પછી હવે દયા આવે છે. સોમવાર સુધી હું નોટીસનો જવાબ પાઠવીશ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube