અમદાવાદઃ સીમ્સ હોસ્પિટલ (cims Hospital) નું બિલ મંજૂર કરવા માટે લાંચ માંગવાના કેસમાં લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB) એ ભાગેડુ આરોપી ડો. નરેશ મલ્હોત્રાની ધરપકડ કરી છે. સીમ્સ હોસ્પિટલના બિલ મંજૂર કરવા માટે ડો. નરેશ મલ્હોત્રા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી. તેમના પર ડિસેમ્બર મહિનામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નરેશ મલ્હોત્રા દ્વારા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, તે પણ રદ્દ કરી દેવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં આવેલી સીમ્સ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ હોસ્પિટલનું બિલ 15 કરોડ રૂપિયા બન્યું હતું. તેને પાસ કરાવવા માટે ડો. નરેશ મલ્હોત્રા દ્વારા 15 લાખ રૂપિયાની લાંચની માગ કરવામાં આવી હતી. તેમના પર AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ વતી લાંચ માગવાનો આરોપ હતો. ત્યારથી એસીબીની ટીમ  આ ડોક્ટરને શોધી રહી હતી. આરોપી ડોક્ટરના આગોતરા જામીન રદ્દ થયા બાદ તેમણે આત્મસમર્પણ કર્યું હતું. હવે એસીબીના અધિકારીઓએ તેમની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube