જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!
સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જમીનની બનાવટી ઇન્ડેક્સો અને 7/12 ની નકલો બનાવીને ડોક્ટરને આપી તેમની પાસેથી જમીનના સોદા કરી 4.89 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે.
ઝી બ્યુરો/સુરત: જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જમીનની બનાવટી ઇન્ડેક્સો અને 7/12 ની નકલો બનાવીને ડોક્ટરને આપી તેમની પાસેથી જમીનના સોદા કરી 4.89 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે.
વાહ ટીમ ઈન્ડિયાના શેર! બાંગ્લાદેશની તોફાની બોલિંગ સામે અશ્વિને રાખી દેશની લાજ
સુરતના ડોક્ટર પરાગ ભાનુપ્રસાદ પરીખએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં વિપુલ ઉર્ફે બંટી ટેણી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપી વિપુલ ઉર્ફે બંટી ફરિયાદીની હોસ્પિટલ પર અવારનવાર જતો હતો અને પોતે ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને કલાકાર છે તેવી માહિતી આપી હતી. ફરિયાદીને જણાવ્યું હતું કે તે ગુજરાતી મુવી નું કામકાજ કરે છે. એટલું જ નહીં ખટોદરા શોમાં કાનજીની વાડીમાં 'લીવીંગ વેલ હેલ્થ ક્લબ' ના નામથી જીમ પણ ચલાવે છે. જેના કારણે ફરિયાદીને આરોપી પર વિશ્વાસ આવી ગયો હતો.
અંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદ
આરોપીએ ડોક્ટર સાથે વિશ્વાસ કેળવીને જમીન અને મિલકતમાં રોકાણ કરશો તો સારો એવો ફાયદો થશે તેવું જણાવી પોતાના સહ આરોપી હસમુખ ડાયાભાઈ સાથે મળી પોતાનો આર્થિક લાભ મેળવવા માટે સમાન ઇરાદે ષડયંત્ર રચી ફરિયાદીને સોદાઓ કરવા માટે જણાવ્યું હતું. હસમુખભાઈ, જીગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટ ના નામે જમીન ન હોવા છતાં તેના નામની જમીનનો હોવાના બનાવતી ઇંડેક્સો અને 7/12 ની ખોટી નકલ બનાવી ડોક્ટર પાસે જમીનનો સોદો કરી તેની એવજમાં 4.89 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
ગુજરાતમાં ફરી નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો! બનવું હતું આર્મીમેન,બન્યો નકલી અધિકારી, પછી
ત્યારબાદ ફરિયાદીને રૂપિયા આપી દેશે તેઓ સમજૂતી કરાર કરી આપી તે કરારની શરતો મુજબનું પાલન નહીં કરી ફરિયાદીને નાણા પરત નહીં કરતા તેમને ધાક ધમકી પણ આપી હતી.આ સમગ્ર મામલે ડોક્ટર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક સેલે વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. જે પોતાને ગુજરાતી ફિલ્મ કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ ટોળકી એ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગેની તપાસ હાથ ધરાઈ છે.
એક દિવસમાં કેટલી સબ્જી ખાવી જોઇએ? 90% લોકોના કન્ફ્યુઝનનો આ રહ્યો જવાબ!