ચેતન પટેલ/સુરત: સુરતમાં વધતાં કોરોના સંક્રમણથી તંત્ર એલર્ટ થયુ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 1000 બેડની તૈયારી કરવામાં આવી છે. તથા 120 બેડનો ICU વોર્ડ પણ તૈયાર કરાયો છે. તેમજ સિટીમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના 103 દર્દી ઝપેટમાં આવ્યા છે બીજી બાજુ કોરોનાને લઈને સુરતીવાસીઓ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. કોરોનાને લઈ સુરતના નામચીન તબીબ સમીર ગામીએ ચેતવણી જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને લઈ સુરતના નામચીન તબીબ સમીર ગામીએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી મહિનામાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટશે. જેના કારણે સુરતમાં કેસના આંકડા 4 ડિજિટમાં જશે. જેથી તેમણે સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. એટલું જ નહીં લોકોને પણ વેકસીનના બન્ને ડોઝ લઈ સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે. હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેના કારણે તેમણે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ક્રિસમસની ભીડની અસર 15 દિવસ બાદ કોરોના કેસમાં દેખાશે. જેથી સુરતમાં આગામી 15 દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જો લોકો ન સમજ્યા અને નિયમોનું પાલન ન કર્યું તો આવનારા 15 દિવસમાં શહેરમાં કોરોના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે.


કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું ભગવાન કૃષ્ણનું ગુજરાતી કનેક્શન, જાણો 'દ્વારકાધીશ' તરીકે ક્યારે લોકપ્રિય થયા


વલસાડ જિલ્લામાં વધતો કોરોનાનો કહેર
વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. પારડી ડીસીઓ શાળામાં વિદ્યાર્થિની બાદ હવે લેબ શિક્ષિકાનો કોરોના કેસ પોઝિટિવ આવતા શાળા પરિવારમાં ચિંતાના વાદળો ફરી વળ્યાં છે. પારડીની ડીસીઓ હાઇસ્કુલમાં ધો.11 અને 12ના વિદ્યાર્થીઓને બે દિવસ રજા આપવામાં આવી છે. તો બીજી તરફ લેબની શિક્ષિકાને 15 રજા આપવામાં આવી છે. અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના સેમ્પલો લેવાયા છે અને કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે.


ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલનો ડબ્બો થયો આટલો મોંઘો


સુરતમાં 1000 બેડ સાથે 120 બેડનો ICU વોર્ડ તૈયાર
કોરોના વધતા સિવિલ તંત્ર એલર્ટ છે. જેમાં સિવિલમાં 1000 બેડની તૈયારી સાથે 120 બેડનો ICU વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તથા સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં દસ માળ પર બેડ અને સાધનસામગ્રીની તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઈ છે. તથા ગંભીર હાલતમાં દર્દીઓ માટે બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે 120 બેડ આઈસીયુ સાથે તૈયાર છે. તેમજ વેન્ટિલેટર અને જરૂરી વસ્તુઓ સાથે સિવિલ તંત્ર તૈયાર છે.


Gujarat કનેક્શન: દિવાલોથી છત સુધી જ્યાં જુઓ ત્યાં સોનું અને પૈસા! ભોંયરામાં 600 કિલો ચંદનનું તેલ! કાનપુરમાં પડી Red ફિલ્મ જેવી રેડ!


ત્રીજી વેવને પહોંચી વળવા સુરત સિવિલ તૈયાર
આ ઉપરાંત ઓમિક્રોના દર્દીઓ માટે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં પાંચમા માળે આઈસીયુમાં 50 વેન્ટિલેટર અને ત્રીજા માળે શંકાસ્પદ દર્દીઓ માટે 83 જ્યારે પાંચમા માળે પોઝિટિવ દર્દીઓ માટે 100 બેડ છે. સાતમાં માળે બાળકો માટે 126 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજી વેવની પહોંચી વળવા સુરત સિવિલ તંત્ર તૈયાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube