ડોક્ટર્સ બન્યા ગુંડા? રાજકોટની સરકારી હોસ્પિટલમાં સિનિયરે જુનિયર ડોક્ટરને ટીપી નાખ્યો
આજે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકુટ થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને તને સીધો કરી દેવાનો છે તેમ કહીને માર માર્યાની વિગતો સામે આવી છે. આ અંગે પીડિત જુનિયર તબીબ ડૉ.ધવલે આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
રાજકોટ : આજે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકુટ થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને તને સીધો કરી દેવાનો છે તેમ કહીને માર માર્યાની વિગતો સામે આવી છે. આ અંગે પીડિત જુનિયર તબીબ ડૉ.ધવલે આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
પીડિત તબીબે ફરિયાદમાં જણાવ્યું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવાયો હતો. કહ્યું કે હવે પરીક્ષા પુરી થઇ ચુકી છે. હવે અમે તને સીધો કરીશું. તું અમારુ કહેવું માનતો નથી. તેમ કહીને મને માર મારવાનો શરૂ કરી દીધો હતો. મારા ત્રણ સિનિયર જીમિત ગઢીયા, કેયુર મણીયાર અને આલોક સિંઘે મળીને મને ખુબ માર માર્યો હતો અને ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા.
આ અંગે ધવલે ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આવી અપરાધી માનસિકતા ધરાવતા લોકો તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં પણ સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રનહોસ્પિટલ જેમાં બાળકોને દાખલ કરવામાં આવે છે. ત્યાં આ પ્રકારનું કૃત્ય આચરતા ચકચાર મચી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube