અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસો ઘટતાં હવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં હવે માત્ર 172 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં કુલ 3,095 બેડ કોરોના દર્દીઓની સારવાર માટે છે ઉપલબ્ધ, જેમાંથી માત્ર 5 ટકા બેડ પર કોરોનાના દર્દીઓ હાલ સારવાર હેઠળ, 95 ટકા બેડ ખાલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 16 દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર પર, 21 દર્દીઓ ICU વિથઆઉટ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. 49 દર્દીઓ HDU બેડ પર તો 86 દર્દીઓ આઇસોલેશન બેડ પર સારવાર હેઠળ છે. કોરોનાના કેસો ઘટતાં દરરોજ કોરોનાથી થતા મોતના આંકડાઓ 30ને પાર પહોંચ્યા હતા જે 20 ની આસપાસ આવી પહોંચ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરમાં પ્રમાણમાં દર્દીઓ ખુબ જ ઓછા પ્રમાણમાં દાખલ થઇ રહ્યા છે. જો કે છેલ્લા થોડા દિવસોથી કેસ જેમ જેમ ઘટતા જઇ રહ્યા છે તેમ તેમ મોતનો આંકડો ઉંચો જઇ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. તેમ છતા પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.