ઝી બ્યુરો/સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની ખરાબ થયેલી અન્નનળીનું સ્વરપેટી કાઢ્યા વિના ઓપરેશન કરીને તેમાં જામેલા ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, છેલ્લા 3 દિવસમાં સિંગતેલના ભાવમાં કડાકો


નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો.નિમેષ વર્માની ટીમ દ્વારા એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી.એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું. જે માટે સ્વરપેટી પણ કાઢી નાખવામાં આવતી હતી. દર્દી બચી જાય છે, પરંતુ સ્વરપેટી વિના તે જીવનભર બોલી શકતો નથી.અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે. 


અમેરિકાના ન્યૂ જર્સીમાં હિંદુઓનું સૌથી મોટું અક્ષરધામ મંદિર તૈયાર, આ વિશેષતા જાણીને


નવી સિવિલમાં સિવિલમાં નવા લેઝર મશીન આવવાના કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.વધુમાં ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, લેઝર મશીનથી દર્દીની અન્નનળીને ખોલવામાં આવે છે, જેના કારણે સ્વરપેટી કાઢવામાં આવતી નથી. અગાઉ આવા ઓપરેશનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા. પરંતુ લેઝર મશીન આવવાના કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે.આ મશીનથી ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે. 


ગુજરાતીઓ માટે બેસ્ટ ચાન્સ, આ દેશમાં ભણ્યા પછી તરત મળે છે ઉંચા પગાર વાળી જોબ!


એસિડ પીવાના કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી. જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ એક મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે, મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર છે. એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાયે તેને રજા અપાશે. 


દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત