ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતના શિક્ષણમંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજકારણમાંથી સંન્યાસનો આડકતરો ઇશારો આજે આપ્યો હતો. આજે સાણંદ ખાતે યોજાયેલા ગુજરાત ભાજપના યુવા મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના અભિવાદન સમારોહમાં તેમણે આ સંકેત આપ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રદિપસિંહ વાઘેલાને પોતાના વારસદાર ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલ્ફી કે મોત? હોડીમાં સેલ્ફી લેવા જતા બોટ પલટી જતા બે યુવાનોનાં નિપજ્યાં મોત


ચુડાસમાએ સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર થવાની સંભવીત તારીખ અને ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની સંભવિત તારીખ પણ જાહેર કરી તેમણે કહ્યુ કે, ગુજરાતનો વિકાસ ભાજપાના કાર્યકરો અને જનતાના વિશ્વાસથી થયો દરેક કાર્યકર્તા પર ભાજપાના પ્રદેશના નેતાઓની નજર હોય છે. હું મારા પદ કરતાં ભાજપનો કાર્યકર છું. તે મોટું છે મારા સમયમાં ૩૭૦ નાબુદ થઇ અને રામમંદિર બંધાય એનાથી મોટું કંઇ નથી. કોગ્રેસનો કોઇ માણસ આ સંતોષ ના લઇ શકે. વિશ્વના લોકો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. વર્ષ ૨૦૧૪ પહેલાં ભારતની સ્થિતિ વિશ્વમાં કેવી હતી આપણે જાણીએ છીએ.


શું તમે SOCIAL MEDIA ના જાણકાર છો? હવે CID ક્રાઇમમાં જોડાવા માટેની ઉત્તમ તક


આજે ભારતને પુછ્યાં વિના દુનિયામાં કોઇ પગલાં લેવાતાં નથી. આજે ગૌરવની વાત છે કે, બાઇડનની ટીમમાં ૧૦ થી વધારે ભારતીય છે. લોકોની અપેક્ષાના કાર્યો કર્યા એના આધારે તથા પાર્ટીના કાર્યકરોના દમે આઠ બેઠકો ભાજપ જીતી. આ સંમેલનમાંએ સંકલ્પ લેવાનો છે કે કમળના નિશાન પર આવેલા ઉમેદવાર ને જીતાડીએ કોગ્રેસના લોકોને હવે પાર્ટીમાં વિશ્વાસ નથી. જિલ્લા જિલ્લામાં કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાય છે. ભગવાનની ઇચ્છા છે કે, દેશ અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય સાણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લના આગેવાનો અને કાર્યકરોએ પ્રદિપસિંહ વાઘેલાનું અભિવાદન કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube