ભાવનગર: શહેરમાં આજે પોલીસ સ્ટેશનમાં એક યુવક દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જો કે ફરિયાદ ખુબ જ વિચિત્ર છે. જેમાં કેરીની છાલ મુદ્દે એક યુવક પર જીવલેણ હુમલો થયાની ફરિયાદ દાખલ છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, એક ખુબ જ સામાન્ય બાબતમાંથી થયેલી માથાકુટ લોહીયાળ બની હતી. ઘટના એટલી ઉગ્ર બની હતી કે, માથાકુટમાંથી મારામારી થઇ અને છેક છરીના ઘા મારી દેવા સુધી વાત પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં શિક્ષક સોસાયટી પાસે રહેતા ચિરાગ મદનલાલ રાજાણીના ઘરે કેરીની છાલ બહાર નાખવા બાબતે પાડોશી સાથે માથાકુટ થઇ હતી. બેટરીની દુકાન ચલાવતા આ વેપારીને કેરીની છાલ ખુબ જ મોંઘી પડી હતી. વેપારીનાં માતાએ ઘરે કેરીની છાલ ઘરની બહાર ફેંકતા પાડોશમાં રહેતા ધીરુભા ગોહિલ અને તેની દીકરીએ યુવકની માતાને જાહેરમાં કચરો કેમ ફેંકો છો? મારા ઘર પાસે કેમ કચરો ફેંકો છો? તેમ કહીને માથાકુટ કરી હતી. 


સમગ્ર ઘટનાની જાણ થતા યુવક દુકાન બંધ કરીને પોતાના ઘર તરફ જવા માટે નિકળ્યો હતો. જો કે ત્યારે પાડોશમાં રહેતા કેતન ઉર્ફે ભયલુભા ગોહિલ તેને સરદારનગર સર્કલ પાસે ઊભો રાખીને ગાળો આપી હતી. કચરો મારા ઘર પાસે કેમ નાખે છો તેમ કહીને ઢીકા પાટુનો માર મારી ડાબા હાથે છરીનો ઘા મારી દીધો હતો. જો કે આસપાસ વિસ્તારના દુકાનદારો અને રાહદરીઓ વચ્ચે પડતા કેતન ઉર્ફે ભયલુભા ધીરુભા ગોહિલ ત્યાંથી નાસી છુટ્યો હતો. બાદમાં યુવકના પિતાને ફોન કરતા તેઓ આવીને બાઇક પર હોસ્પિટલ પર આવીને બાઈક પર યુવકને હોસ્પિટલ લઇ ગયા હતા.


જો કે આટલે નહી અટકતા હૂમલાખોરે યુવકને ફોન ઉપર પણ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. ઘટનાની ફરિયાદ લઇને પોલીસે તપાસ આદરી છે અને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube