અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનવણી થઇ હતી. કોર્ટે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજુ કરવા માટે કહ્યું હતું. તેની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડાવા આદેશ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડ્વોકેટ શાલિન મહેતાએ કહ્યું કે, અમારી સરકારને અપીલ છે કે, લગ્ન અને લોકોને એકત્ર થતા હોય તેવા કાર્યક્રમ 15 દિવસ માટે સંપુર્ણ પ્રતિબંધિત કરી દેવા જોઇએ. કારણ કે કેસ ઘટ્યા છે પરંતુ કેટલાક ધાર્મિક કાર્યક્રમો અને લગ્નમાં હજી પણ ભીડ થઇ રહી છે. આ બંધ ન થાય તો આવા કાર્યક્રમો સુપર સ્પ્રેડર સાબિત થઇ શકે છે. 


રાજ્ય સરકારે તેમના એફિડેવિટમાં સ્વીકાર્યું કે કેટલીક હોસ્પિટલો પાસે NOC નથી. તેવામાં જરૂર છે કે ફાયર વિભાગ એનઓસી અંગે હોસ્પિટલોની મુલાકાત લે. તપાસ પંચના રિપોર્ટની એક બે વાર ચર્ચા થાય અને તેના પર એક્શન લેવા માટે સરકાર તેને જાહેર ન કરે. કારણ કે તેનો અભ્યાસ કરવો પડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube