ભુજ : સામખિયાળીમાં આડાસબંધનો શક રાખી યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી, તેના આરોપીને રેલવે પોલીસે ઝડપી લીધો હતો. સામખયારીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના આડેસર હાઈવે બ્રિજ નીચે રેલવેની પાટાની બાજુમાં આડા સંબંધોને લઇ યુવાનને છરીના ૩૦થી ૩૫ ઘા મારીને હત્યા નિપજાવનાર આરોપીને રેલવે પોલીસ સોમાણીવાંઢમા બાવળની ઝાડીમાંથી ઝડપી પાડયો હતો. આ અંગે ગાંધીધામ રેલવે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, સામખિયાળીમાં પ્રજાપતિ સમાજ વાડીની પાછળના ભાગે રહેતા દિપક નરસીભાઇ કોલી ઉ.વ 20ની આરોપી અજય રામશી કોલીએ છરીના 30 થી 35 ઘા મારીને હત્યા નિપજાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમને છે આવી કોઈ સમસ્યા? કોરોના બાદ ગુજરાતમાં 40 ટકા લોકોમાં આંખની સમસ્યા, જાણો બચવા શું કરવું અને શું નહીં?


શનિવારે સાંજના ભાગે બન્યો હતો. આરોપીએ સાંજના ભાગે દિપકભાઈના ઘરે આવીને લગ્ન પ્રસંગમાં ગયો હતો. બધાને મળતો જાવ અને પછી ઘરે જાવ તેમ કહ્યું હતું ત્યારબાદ તેમણે બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો જોયો નથી એવું કહીને આરોપીએ દીપકભાઈને રસ્તો બતાવવા માટે સાથે આવવાનું જણાવતા દીપકભાઈ તેમને રસ્તો બતાવવા ગયા હતા. ત્યારબાદ બંને ઓવરબ્રિજ નીચે રેલવેના પાટા પાસે પહોંચ્યા હતા. ત્યાં આરોપી અજય રામશી કોલીએ આડા સંબંધનો શક રાખીને દીપકભાઈ કોલીને ઉપરાછાપરી છરીના ઘા મારીને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. 


ગુજરાતમાં થયેલા સર્વેમાં મોટા ખુલાસા: રીલ્સ અને પોતાના વિડીયોનું પ્રદર્શન, વાસ્તવિકતા છે કે ઘેલછા?


દીપકભાઈ તુરંત તેમના ભાઇને ફોન કરીને આ ઘટનાની જાણ કરતા તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમના ભાઈને સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન દીપકભાઈનું મૃત્યુ નીપજયું હતું. બનાવ હત્યામાં પલટાયો હતો આરોપી હત્યાના બનાવને અંજામ આપીને નાસી ગયો હતો. આ અંગે ભોગ બનનાર દીપકભાઈના ભાઈ પિયુષભાઈ કોલીએ ફરિયાદ નોંધાવતા ગાંધીધામ રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને સોમાંણીવાંઢમા બાવળની ઝાડીમાંથી ઝડપી પાડયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube