સુરતમાં કુતરાનો ત્રાસઃ 5 વર્ષની બાળકીને 40-50 ફૂટ સુધી ઘસડી ગયા
ફુલ જેવી બાળકીના શરીર પર અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કરી નાખી, કુતરાના દાંત બાળકીના આંતરડા સુધી ઊંડે ઉતરી ગયા
તેજશ મોદી/ સુરતઃ તાજેતરમાં જ રાજકોટ અને અમદાવાદમાં કુતરાઓ દ્વારા બાળકીને ઘસડી જવાના વીડિયો બહાર આવ્યા હતા. આવી જ એક ઘટના સુરતમાં બની છે, જેમાં પણ ઘરની બહાર રમી રહેલી બાળકીને કુતરાઓ ઘસડી ગયા હતા. આ ઘટનામાં કુતરાઓએ બાળકીને એ હદ સુધી બાચકા ભર્યા કે તેના દ્રશ્યો હાજર લોકો પણ સમસમી ગયા હતા.
સુરતની સ્મિમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલા ઈન્દિરા નગર વિસ્તારમાં 5-7 વર્ષની બાળકી પર ઘર નજીક રમી રહી હતી. ત્યાં જ બે હિંસક કૂતરાએ તેના પર હુમલો કરી દીધો હતો. બન્ને કૂતરા માસુમ બાળકીને 40 થી 50 ફુટ સુધી ઘસડી ગયા હતા. બન્ને કુતરાઓએ બાળકીના શરીરે અનેક જગ્યાએ બચકા ભરી લીધા હતા. ઘરેથી રમવા માટે ગયેલી પુત્રી મોડે સુધી પરત ન આવતા પિતા શોધવા નિકળ્યા હતા.
142 કરોડના ખર્ચે સોલા સિવિલને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરાશે તબદીલ
માસુમ પુત્રીને શોધતા શોધતા પિતા નદી કિનારા પાસે પહોંચ્યા ત્યાં તેમની ફુલ જેવી લાડકવાયી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ગંભીર રીતે ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. કુતરાઓ એટલી તીવ્રતાથી બચકું ભર્યું હતું કે, બાળકીની જાડી ચામડી ફાડીને આંતરડા સુધી દાંત ઉતરી ગયા હતા. બાળકીને ઇન્ફેક્શન અને અન્ય રોગોનું જોખમ હોવાને કારણે રાત્રે જ ઓપરેશન કરવાની નોબત આવી હતી.