મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી વિદેશી કૂતરાની ચોરી થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી કૂતરો પણ મૂળ માલિકને પરત અપાવ્યું છે. ત્યારે આરોપીઓ તરફે પોલીસ સમક્ષ એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, તેઓ ડોગ પ્રેમી છે. જે કૂતરાની ચોરી કરી હતી તેને બીમારી હતી તેથી સારવાર માટે લઇ જઈ રહ્યાં હતા. પરંતુ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


ક્રાઈમ પેટ્રોલ જેવી દિલધડક મર્ડર મિસ્ટ્રી : 15 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમી સાથે જીવતી મળતી મહિલા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પકડમાં રહેલ બે યુવકો પર વિદેશી ડોગ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. જે બંન્ને શખ્સોએ ખોખરા એક્સપ્રેસ હાઇવે પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીમાંથી ગુરૂવારના રોજ ગ્રેડન મર્લિક્યુમ જાતના કૂતરાની ચોરી કરી હતી. બાદમાં CCTV ફૂટેજના આધારે પોલીસે બાઈકના નંબર પરથી કૂતરાની ચોરી કરનારા પકડાઈ ગયા હતા. હાટકેશ્વરના ગોપાલ નગરમાં રહેતા નયન ઠાકોર અને કૌશલ ચાવડાને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી કૂતરાને કબજે કરીને મૂળ માલિકને પરત આપ્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા નયન ઠાકોરે જણાવ્યું હતું કે, તે ડોગ પ્રેમી છે અને અગાઉ તેની પાસે કુતરા હતા. પણ આ કૂતરાને ખરજવાની બીમારી જેવુ લાગતા
સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.


મોડી રાતથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી, હવામાન વિભાગે પણ કરી આગાહી


આ વિશે આઈ ડિવીઝનના એસીપી એન.એલ. દેસાઈએ જણાવ્યું કે, પોલીસે આરોપીઓની કરેલી પ્રાથમિક તપાસમાં બે આરોપીઓ ડોગ પ્રેમી હોવાથી વિદેશી ડોગની ચોરી કરીને પોતાની પાસે રાખવા માંગતા હતા. પરંતુ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, CCTV ફૂટેજમાં બાઇક પર આવેલા બે યુવક પૈકી નયન ઠાકોર નામનો યુવકે કૂતરાને ઉપાડ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જેથી બંન્ને જણા કૂતરાની ચોરી કરવા આવ્યા હોવાના CCTV આધારે પોલીસને આંશકા છે કે વિદેશી ડોગ ચોરી કરી વેચવાના ફિરાકમાં ન હતા. ચોરી કરવા પાછળ અન્ય કોઇ કારણ છે કે કેમ જેથી આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :