• શ્વાનને દોરડા સાથે બાંધીને ચાલુ ગાડીએ ઘસડીને લઈ જવામાં આવ્યો

  • વલસાડમાં પાલતુ શ્વાન અને તેના માલિક ઉપર 3 ગાયોએ હુમલો કર્યો


ચેતન પટેલ/સુરત :ટેકનોલોજીના જમાનામાં લાગણીઓ ભૂલાઈ છે. માનવી ધીરે ધીરે પત્થર દિલનો બની રહ્યો છે. એમ કહો કે, લાગણીહિન માનવ ક્રુરતાની હદ વટાવી રહ્યો છે. માણસો મૂંગા પશુઓને પણ છોડતો નથી. મૂંગા પશુ સાથે પિશાચી કૃત્ય કરતા પણ જરા વિચારતા નથી. ત્યારે સુરતમાંથી એવો વીડિયો સામે આવ્યો છે જે તમારું કાળજુ કંપાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શ્વાનને દોરડાથી બાંધીને ગાડી સાથે ખેંચવામાં આવ્યો છે. આ સાંભળવું પણ ન ગમે, ત્યારે કેટલાક લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. શ્વાનને દોરડા સાથે બાંધીને ચાલુ ગાડીએ ઘસડીને લઈ જવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. ચાલુ ગાડીએ શ્વાનને ધસડીને લઈ જતા તે મોતને ભેટ્યો હતો. તેમ છતા બે યુવકો શ્વાનને ધસડીને લઈ જઈ રહ્યાં છે. પાછળ બેસેલ શખ્સે શ્વાનના ગળાના ભાગે દોરી બાંધી હતી, અને તેનો બીજો છેડો બાઈક પર પકડીને રાખ્યો હતો. જોકે, અન્ય બાઇક ચાલકે પોતાના મોબાઈલમાં આ વીડિયો ઉતાર્યો છે. 


આ પણ વાંચો : મુખ્યમંત્રી રૂપાણીને બદલે હવે આ દિગ્ગજ નેતા ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર


આ વીડિયો વાયરલ થયા બાદ પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે જેટલા શ્વાનને ઝેરી આપી મારી નંખાયા હતા. જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 



વલસાડમાં રખડતા ઢોરોનો આતંક 
વલસાડના શાકભાજી માર્કેટ ખાતે આવેલ જ્યોતિ હોલ સામે રવિવારના રોજ સાંજના અરસામાં પાલતુ શ્વાન અને તેના માલિક ઉપર 3 જેટલી ગાયોએ હુમલો કર્યો હતો. પાલતુ શ્વાન ગાયો સામે ભસતા ગાયો ભડકી ગઈ હતી, અને ગાયોએ શ્વાન અને શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો. હુમલો કરતા અનેક લોકો વચ્ચે પડી હતી. વિફરેલી ગાયોને ભગાડી શ્વાન અને શ્વાનના માલિકનો જીવ બચાવાયો હતો. આ ઘટનામાં શ્વાન અને માલિકને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનાબાદ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ હતી.