અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મેગાસીટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. પરંતુ જો તમને એમ જાણવા મળે કે શહેરમાં કૂતરા ઉપરાંત ઉંદર, બકરી, ઘોડા, ઉંટ, અને ભૂંડ દ્વારા પણ માનવીઓને કરડવાના બનાવ પણ મોટી સંખ્યામાં બને છે તો...?  આટલુ ઓછુ હોય એમ એએમસીના ચોપડે તો માણસ દ્વારા માણસને પણ કરડવાના ચોંકાવનારા બનાવ નોંધાયા છે. આમ વર્ષ 2010 થી 2018 સુધીમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના કારણે કુલ 18 માનવીઓના મોત થયા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં એએસમીની બજેટ બેઠક પૂર્ણ થઇ. જેમાં વિવિધ સભ્યોએ તંત્રના જુદા-જુદા વિભાગોને કરેલા પ્રશ્નોના જવાબમાં આંકડાકીય માહિતી આપાવમાં આવી. દરમ્યાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને હાલમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ દ્વારા તંત્ર પાસે શહેરમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના બનાવો અંગે માહિતી માંગવામાં આવી હતી. આ પ્રશ્નનનો તંત્રએ જે જવાબ આપ્યો તે ખરેખર ચોંકવાનારો છે. તંત્રએ આપેલી માહિતી મુજબ મેગાસીટીમાં દર વર્ષે રખડતા શ્વાન દ્વારા કરડવાના સરેરાશ 40,000થી વધુ બનાવો બને છે. તંત્રએ આપેલી માહિતીમાં ફક્ત કુતરાનો જ ઉલ્લેખ નથી, પરંતુ બિલાડી, વાંદરા, ઘોડા, ઉંટ, ભૂંડ અને માનવી દ્વારા પણ કરડવાના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


એક નજર કરીએ વર્ષ 2014 થી 2018 સુધી વિવિધ પશુઓ દ્વારા કરડવાના આંકડા પર...


વર્ષ  કૂતરા  બિલાડી  વાંદરા      અન્ય
2014 46102 782 214 256
2015  50030  567 130 134
2016 52639 594  192 149
2017  57482  453  164 137
2018 59621  453  146 117

હવે નજર કરીએ ઉંદર, ઘોડા, ઉંટ, ભૂંડ, બકરી અને માનવી દ્વારા કરડવાના આંકડા પર..


ઉંદર  ઉંટ ઘોડો માણસ બકરી  ભૂંડ
352  3 17 5   2

મહત્વનું છેકે અંક અંદાજ મુજબ હાલમાં શહેરમાં 3 લાખ કરતા વધુ રખડતા કૂતરા છે. જેઓના ખસીકરણ અને રસીકરણ માટે પાછલા વર્ષમાં અઢી કરોડ જેટલી માતબર રકમ ખર્ચાઇ છે. તેમ છતા આ સમસ્યાનો કોઇજ ઉકેલ આવ્યો નથી. આ અંગે કારોબારી સમિતી ચેરમેન સુ્પ્રમિ કોર્ટના આદેશના કારણે શાષકો અને તંત્રના હાથ બંધાયેલા હોવાનું કહી રહ્યા છે. જ્યારે કૂતરા સિવાયના પ્રાણીઓ દ્વારા કરડવાના મામલે તેઓ હેલ્થ વિભાગ સાથે જરૂરી ચર્ચા કરીને રસીકરણની વાત કરી રહ્યા છે.


સુરત: અલ્પેશ કથીરિયાને કોર્ટે 10 હજારના બોન્ડ પર આપ્યા જામીન


નોંધનીય છેકે રખડતા કૂતરા પાછળ કરોડો ખર્ચ કરવા છતા પણ તેમની સંખ્યા કાબુમાં નથી આવી રહી. તેવામાં તંત્રના ચોપડે અન્ય પ્રાણીઓ દ્વારા કરડવાના બનાવો નોંધાતા નવી મુશ્કેલી સામે આવી છે. ત્યારે હવે સ્માર્ટસિટીની ગુલબાંગો વચ્ચે એએમસીના શાષકો અને તેના અધિકારીઓ આ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવે છે તે જોવુ મહત્વનું છે.