ફૂલ-છોડ અને લોન માટે જાણીતું છે ગુજરાતનું આ ગામ, વર્ષે કરે છે 200 કરોડની કમાણી
એક અંદાજ પ્રમાણે દોલધા ગામનું વાર્ષિક ટર્ન ઓવર 150 થી 200 કરોડ જેટલું છે.અને આ ઉદ્યોગ એટલો ફેલાયેલો છે કે ફેક્ટરી કે કારખાના ન હોવા છતા આ ગામમાં આજુબાજુના ગામના લોકો રોજીરોટી પુરી પાડે છે.
સ્નેહલ પટેલ/ નવસારી: આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઠેરે ઠેર થઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં એક ગામ એવુ છે જે પ્રદૂષણ મુક્ત ગામ તરીકે જાણીતુ ગામ છે. જિલ્લાના આદીવાસી વિસ્તાર ગણાતા વાંસદા તાલુકાના એક ગામમા ઘરે ઘરે નર્સરીનો ઉદ્યોગ જોવા મળે છે. જી હા આપને જાણીને નવાઈ લાગશે આ ગામના તમામ લોકો મોટા બંગલાવાળાથી લઈને નાની ચાની લારી ચલવાતો માણસ પણ નર્સરી ઉદ્યોગ થકી વધારાની આવક મેળવે છે.
તમે નર્સરી તો અનેક જોઈ હશે પરંતુ આજે અમે તમને એક એવુ ગામ બતાવીએ છે જેમા રહેનારા તમામ લોકો નર્સરી ઉદ્યોગથી સંકળાયેલા છે અને પોતાના કામકાજ સાથે વધારાની આવક મેળવે છે, આ છે નવસારી જિલ્લાનુ દોલધા ગામ જ્યા છેલ્લા 10 વર્ષથી નર્સરી ઉદ્યોગ એવોતો જામો છે કે આજે મોટા બંગલાવાળાથી માંડીને નાના ઝુપડાવાળા અને ગામમા ચાની લારી ચલવનારા તમામ પોતાના વ્યવસાય સાથે વધારાની આવક મેળવવા માટે નાના મોટો નર્સરી નો ઉદ્યોગ ચાલુ કરી ફુલોના છોડ વેચવાનુ કામ કરે છે.
આ નિવૃત શિક્ષકનો છે અનોખો પ્રકૃતિ પ્રેમ, લાખો રૂપિયા ખર્ચીને કરે છે પર્યાવરણની જાળવણી
આજે દોલધા ગામ ગુજરાત સહીત સમગ્ર ભારતમાં નર્સરી ઉદ્યોગ માટે જાણીતું થયું છે. જેને કારણે દોલધા ગામનો વિકાસ થયો છે. ત્યારે આ ગામને પ્રદુષણ મુકત ગામ પણ કહી શકાય છે.તો આ ગામમાં લોકો ફુલ અને છોડ ખરીદવા જ નહી પરંતુ જોવા માટે પણ આવતા હોય છે. તેથી આ દોલધા ગામ પર્યટક સ્થળ તરીકે પણ આગળ વધી રહ્યુ છે.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને દેશના અનેક રાજ્યો તેમજ વિદેશના મોટા શહેરોમાથી લોકો અહીયા ફુલોના છોડ લેવા આવે છે. દોલધાની ખાસ વિશેષતા એ અહીંયાની લોન છે, લોન માટે બીજાના ખેતર ગણોત થી રાખીને લોનની ખેતી કરે છે, દોલધા ગામ મોટા ગાર્ડનમાં લાગતી લોન માટે ખુબ જાણીતુ છે. મોટા ઉદ્યોગ અને કોર્પોરેટ સેકટરથી લઈને ગાંધીનગરના સચિવાલય સુધી દોલધા ગામની લોન પથરાયેલી છે.
એક શિક્ષકે શરૂ કરેલ આ કામ આજે ઘરેઘરે જોવા મળે છે એક અંદાજ પ્રમાણે દોલધા ગામનું વાર્ષિક ટર્ન ઓવર 150 થી 200 કરોડ જેટલું છે.અને આ ઉદ્યોગ એટલો ફેલાયેલો છે કે ફેક્ટરી કે કારખાના ન હોવા છતા આ ગામમાં આજુબાજુના ગામના લોકો રોજીરોટી પુરી પાડે છે.
આદીવાસી વિસ્તાર એવા દોલધા ગામે આજે છેલ્લા પાછલા 10 વર્ષમા હરણફાળ પ્રગતિ કરી છે અને તે પણ રંગબેરંગી ફુલો દ્વારા એવુ કહેવામાં કશુ ખોટું નથી કે પોતાના શોખ સાથે આવક પણ ઉભી કરવામાં દોલધા દેશનું પ્રથમ ગામ હશે જે પ્રદુષણથી જોજનો દુર હોવા છતાં કરોડોનો વેપાર કરે છે.