ઝી મીડિયા/બ્યૂરો :જેની ઘડીઓ ગણાઈ રહી છે, તે સમય આવી ગયો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું ખાસ વિમાન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા દીકરી ઈવાન્કા ટ્રમ્પ સાથે અમદાવાદ પહોંચી ચૂક્યા છે. ત્યારે આ ક્ષણ ગુજરાત માટે ઐતિહાસિક બની ચૂકી છે. કારણ કે, પહેલીવાર અમેરિકાનું એરફોર્સ વન વિમાન ગુજરાતની ધરતી પર લેન્ડ થયું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે મહાસત્તાના મહાપ્રમુખ (Trump In India)નું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. જૂના મિત્રને મળીને નરેન્દ્ર મોદી (PM Modi) તેઓને ભેટી પડ્યા હતા. તો પારંપરિક નૃત્યોને નિહાળતા ટ્રમ્પ પરિવાર આગળ વધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશ્રમની વિઝીટર બુકમાં ટ્રમ્પે શું લખ્યું...


આ પહેલા ગાંધી આશ્રમની મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બૂકમાં મેસેજ લખ્યો હતો કે, ટુ માય ડિયર ફ્રેન્ડ પ્રાઈમ મિનીસ્ટર મોદી, થેંક્યૂ ફોર ધીસ વન્ડરફૂલ મેસેજ.... 


જુઓ Live : 


1.09 કલાકે મધર ડેરી પાર્લર પાસે પહોંચ્યો કાફલો, કોટેશ્વર તરફ આગળ વધ્યો કાફલો, વિદ્યાર્થીઓએ ચીચીયારીઓથી વાતાવરણ ગજવ્યું


1.00 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવાના રસ્તે આગળ વધી રહ્યો છે. ધીમે ધીમે રસ્તાની આજુબાજુ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલતા કારનો લાંબો કાફલો પસાર થઈ રહ્યો છે.  


12.43 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો ગાંધી આશ્રમથી જવા રવાના થયો



12.38 કલાકે ટ્રમ્પે ગાઁધી આશ્રમની વિઝીટર બૂકમાં ખાસ મેસેજ લખ્યો હતો. 



12.36 કલાકે ટ્રમ્પે અહીં ગાંધીજીનો ચરખો કાંત્યો હતો. આ પ્રસંગે મેલેનિયા ટ્રમ્પે પણ ચરખો કેવી રીતે ચાલે છે તે નિહાળ્યું હતું. આ સમયે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. તો સમગ્ર મુલાકાતમાં વડાપ્રધાન મોદી તેમના ગાઈડ બની રહ્યાં. તેઓએ ખાદીનો ખેસ પહેરાવી ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 



12.30 કલાકે ટ્રમ્પ અને મોદીનો કાફલો ગાઁધી આશ્રમ પહોંચ્યો 


12.11 કલાકે રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલતા મોદી અને ટ્રમ્પનો કાફલો આગળ વધી રહ્યો છે. રસ્તાની આજુબાજુ મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી છે. પ્રધાનમંત્રી અને ટ્રમ્પનો કાફલો સદર બજારથી ડફનાળા તરફ આગળ વધ્યો 



 


12.06 કલાકે એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી એક હજાર જેટલા વાદકો રોડની બંને બાજુ ગોઠવાયેલા છે. આવો નજારો અમદાવાદ એરપોર્ટ પર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. સંપૂર્ણ ભાતીગળ રીતથી મહાસત્તાના મહાપ્રમુખને આવકારવામા આવ્યા છે. ટ્રમ્પ પરિવારની સામે ભારતના કલ્ચરની ઝાંખી અનોખી રીતે રજૂ કરવામાં આવી છે. ટ્રમ્પનો કાફલો હવે એરપોર્ટ પરથી નીકળી ચૂક્યો છે. ટ્રમ્પ અને મોદીનો 22 કિલોમીટર લાંબો રોડ શો શરૂ થયો છે. ગાડીઓનો કાફલો અમદાવાદના રસ્તાઓ પર નીકળી ચૂક્યો છે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક