* સરકારી નોકરીના નામે યુવાનો સાથે ઠગાઈ 
* વર્તમાન પત્રમાં  જાહેરાત આપી પડાવ્યા લાખો રૂપિયા
* સાયબર ક્રાઇમ બ્રાંચએ  રાજકોટના યુવકની કરી ધરપકડ
* 4 હજાર યુવાનો પાસેથી પડાવ્યા 14 લાખ રૂપિયા
* 350 ફીસ ના નામે એક એક ઉમેદવાર પાસેથી પડાવ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : સરકારી નોકરીની ખોટી જાહેરાત આપીને ચાર હજાર જેટલા લોકો પાસેથી 14 લાખ જેટલી માતબર રકમ વસૂલનાર રાજકોટના યુવકની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. કઈ રીતે આ શખ્સે અનેક લોકોને નોકરી આપવાના બહાને ઠગ્યા છે તે પણ એક રસપ્રદ સ્ટોરી છે. ગુજરાતના જાણીતા અખબારમાં ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસ covid-19 અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ફોર્મ અને ઓનલાઈન ભરવાના નામે ગુજરાતના લોકો પાસેથી 350 રૂપિયા ભરવા માટે જણાવ્યું હતું. આ લોકોની સાથે ઠગાઇ થઇ હોવાનું સામે આવ્યું છે. આ જાહેરાતમાં વ્યવસાય વિકાસ અધિકારી ગ્રાહક સેવા અધિકારી જિલ્લા અધિકારી કોમ્પ્યુટર ઓપરેટર ડેટા એન્ટ્રી ઓપરેટર અને રાઇટર જેવી સરકારી 2520 જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવી હતી.


પ્રેમિકાના હાઇફાઇ શોખ પુરા કરવા માટે યુવક બન્યો ઠગ, આવી રીતે મિત્રોને જ બનાવ્યા ઉલ્લું


આ જાહેરાત દ્વારા ગુજરાતના ચાર હજાર જેટલા લોકો પાસેથી બાર 14 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. આ બાબતની જાણ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલને થતાં જ એક પોસ્ટર વાયરલ કર્યું હતું. લોભામણી જાહેરાતથી સાવધાન રહેવા અપીલ કરી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને આ જાહેરાત આપનાર સુનિલ પંડયાની ધરપકડ કરી હતી.


સરકાર અને સી.આર વચ્ચે ગજગ્રાહ: અમિત શાહે કહ્યું હાલ પેટાચૂંટણી પર ધ્યાન લગાવો


સચિન પંડ્યા નામના રાજકોટના યુવકની ધરપકડ કરી અને તેની સાથે આ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે બાબતે તપાસ ચાલી રહી છે. જેમાં અમરેલીના રઘુવીર સિંહ સરવૈયાનું પણ નામ સામે આવ્યું છે. આ ઉપરાંત જાહેરાત સુનિલ પંડયાને આપનાર રઘુવીરસિંહ સરવૈયાની પણ તપાસ ચાલુ છે. પકડાયેલો આરોપી ધોરણ ૧૨ સુધીના અભ્યાસ કરેલો તેમજ રાજકોટ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવી ગેરકાયદેસર કામગીરી કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારની નોકરીની જાહેરાતની ચકાસણી કર્યા વગર તેમાં પૈસા ન ભરવા તેમ જ આવા શખ્સો ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube