અમદાવાદ : શહેરનાં GMDC ગ્રાઉન્ટ ખાતે માત્ર 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન સેન્ટર શરૂ થયું છે. વેક્સિન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. જો કે જીએમડીસી વેક્સિનેશન સેન્ટર જ હવે સવાલોનાં ઘેરામાં આવી ગયું છે. પહેલું તો આવું વેક્સિનેશન સેન્ટર અંગે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી એવા નીતિન પટેલે પોતાને કોઇ જ જાણ નહી હોવાનું જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર પાસે વેચવા માટે વેક્સિન છે વહેંચવા માટે નહી? GMDC ગ્રાઉન્ડ મફતમાં ખાનગી હોસ્પિટલને ફાળવાયું?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્યપ્રધાનને વિશ્વાસમાં લીધા વગર જ આવી જાહેરાત કરી દેવામાં આવી છે? PM મોદીના ખાસ ગણાતા રાજીવ કુમાર અને ગુજરાત સરકાર વચ્ચે ગજગ્રાહ ફરી એકવાર સપાટી પર આવી ચુક્યું છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સરકારનાં કહ્યામાં નહી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. 


મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 18 વર્ષથી વધારેની ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થયું તો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની જાહેરાત થઇ ત્યારથી વિવાદ સર્જાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થતા સરકારની છબી ખરડાઇ છે. એક તરફ ફ્રી વેક્સિન માટે સ્લોટ જ બુક નથી થતા ત્યારે 1000 રૂપિયામાં તત્કાલ સ્લોટ બુક થઇ જાય છે. તેવામાં સરકાર શું ફ્રી વેક્સિનની જાહેરાત બાદ હવે રૂપિયા ઉઘરાવવા માંગે છે. તેવુ એક ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. જેના કારણે સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube