અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યભરમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસો પાછળ વાયરસનો નવો સ્ટ્રેઈન જવાબદાર હોવાનું એક્સપર્ટ્સનું કહેવું છે. કોરોનાના ડબલ મ્યુટેશનને કારણે ઝડપથી લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાની શક્યતાએ ડોકટરોની વધારી ચિંતા વધારી છે. કોરોનાના ડબલ મ્યુટેશનને સમજવા ઝી 24 કલાકે માઇક્રોબાયોલિજીસ્ટ ડો.  ઉર્વેશ પટેલ સાથે વાતચીત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

B.1.617 અન્ય વેરીયન્ટની તુલનામાં વધુ ઘાતક
ડો.ઉર્વેશ પટેલે જણાવ્યુ કે, કોવિડના B.1.617 વેરીયન્ટને કારણે સમગ્ર વિશ્વની ચિંતા વધી છે. WHO એ B.1.617 વેરીયન્ટને અન્ય વેરીયન્ટની તુલનામાં વધુ ઘાતક હોવાનું કહ્યું છે. ભારત સહિત અન્ય દેશોમાંથી WHO એ પોઝીટીવ સેમ્પલ એકઠા કરી ઝીનોમ સેમ્પલીંગ કરવાનું શરુ કર્યું. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં B.1.617 વેરીયન્ટ પ્રથમ વખત જોવા મળ્યો હતો. ભારતમાં B.1.617 વેરીયન્ટ સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો. B.1.617 વેરીયન્ટને ડબલ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવ્યો હતો. ડબલ મ્યુટેશનનો અર્થ વાયરસના સ્પાઈક પ્રોટીનમાં આવેલા બે બદલાવ E484Q અને L452R સાથે જોવા મળ્યો છે. 


44 દેશોમાં B.1.617 વેરિયન્ટ મળ્યો 
એક રિપોર્ટ મુજબ છેલ્લા 45 દિવસમાં જે સેમ્પલ ટેસ્ટ કરાયા એમાંથી 66 ટકા કેસમાં B.1.617 વેરીયન્ટ જોવા મળ્યો છે. WHO ના રિપોર્ટ મુજબ, વિશ્વના 44 દેશોમાં B.1.617 વેરિયન્ટ જોવા મળ્યો છે. B.1.617 વેરીયન્ટના કેસ ભારત, UK, સિંગાપુર, અમેરિકા, કેનેડા, ફિઝી, ઈઝરાયલ, જાપાન, આયર્લેન્ડ, બેલ્જીયમ, પોલેન્ડ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મળ્યા છે. 


B.1.617 સામે વેક્સીન બિનઅસરકારક
ભારતની વાત કરીએ તો દિલ્હી, બિહાર, ગુજરાત, છત્તીસગઢ જેવા રાજ્યોમાં B.1.617 વેરીયન્ટના કેસો ખુબ જ જોવા મળ્યા છે. WHO મુજબ B.1.617.1 અને B.1.617.2 ભારતમાં ફેલાઈ રહેલા અન્ય વેરીયન્ટ કરતા ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે. B.1.617.3 વેરીયન્ટના હજુ ખુબ જ ઓછા સિક્વન્સ મળ્યા છે, હજુ તેની તીવ્રતાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ ઘાતક સાબિત થઈ રહેલા વેરીયન્ટ સામે કઈ વેક્સીન અસરકારક છે એ મામલે WHO દ્વારા પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ કેટલાક તજજ્ઞો મુજબ B.1.617 વેરીયન્ટ સામે વિશ્વની કેટલીક વેક્સીન અસરકારક સાબિત થઈ શકે છે તેવો દાવો પણ કરાઈ રહ્યો છે.