અતુલ, તિવારી, અમદાવાદ: હવે રાજ્યભરમાં ધીમે ધીમે ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ શકે છે. સાંજ પડતાં જ ધીમે ધીમે ઠંડીનો ચમકારો શરૂ થઇ જાય છે. વહેલી સવારે સ્વેટર સહિતના ગરમ કપડાંની યાદ જરૂર આવી જાય છે. ઠંડીની શરૂઆત થતાં જ લોકો વહેલી સવારે વોકિંગ કરવા અને કસરત કરવા નિકળી પડે છે. ત્યારે અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ બપોરે ગરમી અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 15.3 ડીગ્રી છે તો મહત્તમ તાપમાન 30.4 ડીગ્રી નોંધાયું છે. 


તો આ તરફ કેશોદનું લઘુતમ તાપમાન 16.2, પોરબંદર 16.6, રાજકોટ 16.9, વલસાડ 17, અમરેલી 17.2, ગાંધીનગર 17.5, કંડલા 17.6 ડીગ્રી નોંધાયું છે. તો બીજી તરફ  મહુવાનું મહત્તમ તાપમાન 35 ડીગ્રી નોંધાયું, જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન 29.6 ડીગ્રી રહ્યું છે. 


તો બીજી તરફ નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઝરમર વરસાદ ચાલુ થયો હતો વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર બેસીને ફટાકડા કે દિવાળી ની ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ માં દોડધામ મચી હતી. માવઠા ને લઈ ખેડૂતો માં પાક બગડવા ની ચિંતા સતાવી રહી છે. જો વરસાદ વધુ પડે તો ખેતીના પાક ને નુકસાન થઈ શકે છે.