અતુલ તિવારી/અમદાવાદ :DPS સ્કૂલ વિવાદ મામલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. જે પરવાનગીનો સહારો લઈને ડીપીએસ સ્કૂલે કૌભાંડ આચર્યું હતું, તે DPEO દ્વારા વર્ગ 1 થી 8ની આપવામાં આવેલી પરવાનગીનો પત્ર સામે આવ્યો છે. 21 માર્ચ 2012ના રોજ શાળાને DPEO દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. તત્કાલીન DPEO એમ.એમ.જાની દ્વારા DPS સ્કૂલને પરમિશન અપાઈ હતી. આજ પરવાનગીના સહારે DPS સ્કૂલે કૌભાંડ આચર્યું હતું. DPS સ્કૂલ દ્વારા DPEOની પરવાનગી લઈ CBSE બોર્ડમાં ખોટા દસ્તાવેજ રજૂ કરાયા હતા. 


DPS કાંડની મુખ્ય આરોપી મંજુલા શ્રોફને HCએ વચગાળાના જામીન આપ્યા, 7 જાન્યુઆરી સુધી રાહત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પત્રથી ખુલાસો થયો છે કે, DPS સ્કૂલ પાસે મકાનનું બીયુ પરમિશન ના હોવા છતાં તત્કાલીન DPEO એમ.એમ.જાનીએ પરવાનગી આપી હતી. એમ.એમ.જાની લગભગ બે વર્ષ પહેલાં સેવા નિવૃત્ત થયા છે. ત્યારે હવે આ પત્ર સામે આવવાથી અન્ય ખુલાસા પણ થઈ શકે છે. CBSE બોર્ડની પરવાનગી માટે ખોટું સર્ટિફિકેટ બનાવી તેના પર સહી કરનાર અનિતા દુઆ સામે શિક્ષણ વિભાગે FIR કરી છે. ત્યારે બીયુ પરમિશન વગર તત્કાલીન DPEO એ કેમ DPS ને પરવાનગી આપી હતી તે મોટો સવાલ છે. શુ તત્કાલીન DPEO એમ.એમ.જાની પર DPS સ્કૂલને પરવાનગી આપવાનું કોઈ દબાણ હતું. DPS સ્કૂલ દ્વારા અગાઉ માગવામાં આવેલી પરવાનગી વર્ષ 2008માં રદ્દ થઈ હોવા છતાં કેમ 2012માં પરવાનગી અપાઈ. ત્યારે અનેક સવાલો જવાબ ઝંખી રહ્યાં છે. 


મોડાસા : 200 વિઘામાં વાવેલા બટાકા જમીનમાં જ કહોવાઈ ગયા, ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા