DPS- નિત્યાનંદ આશ્રમ વિવાદઃ સ્કૂલે કલેક્ટર કચેરીમાં રજુ કર્યા હતા ખોટા સર્વે નંબર
અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું કે, ડીપીએસ સ્કૂલ દ્વારા વર્ષ 2010માં જે સર્વે નંબર આપવામાં આવ્યા હતા તે ખોટા નિકળ્યા છે. એડિશન કલેક્ટરને સર્વે નંબરની તપાસ સોંપવામાં આવી છે.
અમિત રાજપુત/અમદાવાદઃ હીરાપુર ખાતે ચાલી રહેલા ડીપીએસ - નિત્યાનંદ આશ્રમ વિવાદમાં વધુ એક ખુલાસો થયો છે. DPS સ્કુલ દ્વારા કલેક્ટર કચેરીમાં વર્ષ ૨૦૧૦માં સ્કુલનાં નિર્માણ સમયે ખોટા સર્વે નંબરો રજુ કરવામાં આવ્યા હતા. ડીપીએસ સ્કુલ દ્વારા આશરે ૮૦ હજાર વાર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે
.
અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ આ અંગે જણાવ્યું કે, "સર્વે નંબરોની તપાસ કરવામાં આવી રહી છે અને એડી. કલેકટરની સાથે પ્રાંત અધિકારી જમીનની માપણીની કામગીરી કરી રહ્યા છે. હાલ તંત્ર સીબીએસસી બોર્ડની કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે "
DPS સ્કૂલ મામલે મોટો ધડાકો : શાળાએ નકલી NOC બનાવી હતી
વિક્રાંત પાંડેએ વધુમાં જણાવ્યું કે, ડીપીએસ સ્કૂલ દ્વારા વર્ષ 2010માં જે સર્વે નંબર આપવામાં આવ્યા હતા તે ખોટા નિકળ્યા છે. એડિશન કલેક્ટરને સર્વે નંબરની તપાસ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસ (Nityanand Ashram)માં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) અંગે બે દિવસ પહેલા શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો હતો. શિક્ષણ વિભાગની આ તપાસમાં ખુલાસો થયો હતો કે, 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો હતો.
નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત
હીરાપુર ખાતે બનેલી ડીપીએસ સ્કૂલના બાંધકામ બાબતે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ડીપીએસ સ્કૂલ દ્વારા અહીં શાળા શરૂ કરવા માટે એનઓસી લેવામાં આવી ન હતી. જો એનઓસી ન હોય તો સ્કૂલ કેવી રીતે શરૂ થઈ ગઈ હતી. ડીપીએસના સંચાલિકા મંજુલા શ્રોફ જ્યારથી કૌભાંડ બહાર આવ્યું છે ત્યારથી ભુગર્ભમાં ઉતરી ગયા છે. શા માટે તેઓ બહાર આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા નથી?
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube