ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર સિવિલમાં કરી રહ્યાં છે કોરોના દર્દીઓની સેવા
સમગ્ર રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આ અંગે ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે. હું આજે સફળતાના જે કંઇપણ મુકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ છું. કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂરિયાત હોય ને હું ઘધરે બેસી રહું તે કેમનું ચાલે...
અમદાવાદ: સમગ્ર રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આ અંગે ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે. હું આજે સફળતાના જે કંઇપણ મુકામે છું તે સિવિલ હોસ્પિટલના કારણે જ છું. કોરોનાની મહામારીમાં જ્યારે સિવિલ હોસ્પિટલને મારી જરૂરિયાત હોય ને હું ઘધરે બેસી રહું તે કેમનું ચાલે...
ડો. હિતેશ પટલે સિવિલ હોસ્પિટલના જૂના વિદ્યાર્થી અને તબીબ છે કે, જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. કોરોનાના કપરા સમયમાં જ્યારે હોસ્પિટલને તબીબોની તાતી જરૂર હોય તેવા સમયે સામે ચાલીને કોરોના ડ્યૂટી કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી તેઓ કોરોના દર્દીઓની સેવા કરીને પિતૃસંસ્થાનું ખરા અર્થમાં ઋણ અદા કરી રહ્યાં છે.
આ પણ વાંચો:- મોરબીમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળ્યો, 2 સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ચોખ્ખી ના પડાઈ
લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવેલા ડો. હિતેશ પટેલે જ્યારે જોયું કે કોરોના બેકાબુ બની રહ્યો છે. કોરોનાને નિયંત્રિત કરવા તબીબો જે પોતે સંક્રમિત થઇ રહ્યાં છે. આ બધું જોઇને ડો. હિતેશથી રહેવાયું નહીં અને તેઓ એકાએક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.પી. મોદીને મળીને તેઓએ એક જ રટણ કર્યું કે, મારે કોરોના ડ્યૂટી કરવી છે. સિવિલ હોસ્પિટલ સમા મંદિરમાં આવેલા દર્દી નારાયણની સેવા-સુશ્રાષા કરવી છે.
ટ્રોમા અને માનસિક રોગના નિષ્ણાંત ડો. હિતેશ પટેલ 1200 બેડ ડેડિકેટેડ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર અંગેના અનુભવો જણાવતા કહે છે કે, આ બીમારીમાં દર્દીને તબીબી સારવારની સાથે સાથે માનસિક સારવાર, કાઉન્સેલિંગ પણ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય સંજોગોમાં વ્યક્તિ બીમાર પડે ત્યારે તેની ખબર અંતર પૂછવા જમાવડો ભેગો થતો હોય છે. એવામાં આ બીમારીમાં તદન વિપરીત પરિસ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો:- ભરૂચ : ગુજરાતમાં પહેલીવાર કોરોનાના મૃતકો માટે અલગ સ્મશાનગૃહ બનાવાયું
દર્દીના સંગા તેમની નજીક જઇને તેમની સ્વાસ્થ્ય પૃચ્છા કરી શકતા નથી. જેથી દર્દી એકલવાયુ, માનસિક તણાવ, ગભરામણ, અશાંતિ અનુભવતા હોય છે. આવી પરિસ્થિતિમાં અમે દર્દીઓનું કાઉન્સેલીંગ કરતા અને નવરાશની પળોમાં કે રાઉન્ડ દરમિયાન તેમની સાથે વાતચીત કરતા તેમને સાંભળતા. જેથી દર્દીને તેમનું કોઇ છે તેવી અનુભૂતિ થયા.
તેઓએ વધુમાં જણાવ્યું કે, હું લોકડાઉન પહેલા ઓસ્ટ્રેલિયાથી માદરે વતન પરત ફર્યો હતો. તેવામાં કોરોના કાળ શરૂ થયો. દરરોજ મીડિયા તેમજ અન્ય માધ્યમોથી કોરોના અને સિવિલ હોસ્પિટલ વિશે નકારાત્મકતા આંખે વડગતી હતી. જે જોઇને હું ખૂબ જ નિરાશ થતો. કેમ કે, મેં પોતે સિવિલ તંત્રને અને કુદરતી અને માનવસર્જિત આપદાઓમાં કર્તવ્યનિષ્ઠા સાથે કામ કરતા નજરે નિહાળ્યા છે.
આ પણ વાંચો:- સુરતનો ITI પાસ ભેજાબાજ ઈસ્માઈલ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઘરે બનાવતો હતો!!!
જેથી મેં તે જ વખતે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટનો સંપર્ક કર્યો અને કહ્યું કે, મારે પણ કોરોના ડ્યૂટી કરવી છે. મારે આપણી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સેવા-સુશ્રુપા કરવી છે. મને તંત્ર તરફથી સકારાત્મક જવાબ મળ્યો અને મે ડ્યૂટી જોઇન કરી. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જેપી મોદીએ કહ્યું કે, ડો. હિતેશ કપરા સમયમાં સ્વૈસ્છિક રીતે આગળ આવી ફરજ સ્વીકારી છે.
તેમણે કોરોના વોર્ડમાં ડ્યૂટી આપી હોય કે, કોરોના વોર્ડ મેનેજમેન્ટની જવાબદારી, તેમણે તમામ ફરજ બખૂબી નિભાવી છે. માનસિક રોગ નિષ્ણાંત ડો. હિતેશ ઘણાંય દર્દીઓનું કાઉન્સેલીંગ કરીને એક અલગ જ પ્રકારની સહાયરૂપ સારવાર પદ્ધતિથી ઘણા દર્દીઓને બીમારીમાંથી ઉગારી નવજીવન બક્ષ્યું છે. અમારી હોસ્પિટલ ડો. હિતેશની આ કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube