ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મેડીલીંક હોસ્પીટલના ડો. મનિષ અગ્રવાલ દોષિત જાહેર કરાયા છે. લીંગ પરીક્ષણ કેસમાં ડો. મનિષ અગ્રવાલ દોષિત જાહેર ઠર્યા છે. ધ પીસી એન્ડ પીએનડીસી એક્ટની કલમ 4(3) તથા પ્રી કન્શેપ્શન એન્ડ પ્રી નટલ ડાયગ્નોસ્ટીક ટેકનીશીયન રૂલ્સ 1996ના વિનયન 9(4) ના ભંગ બદલ દોષિત ઠરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ કેસમાં સામેલ ગુનેગારને એક વર્ષની સાદી કેદની સજા અને 1000 દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ના ભરે તો સાત દિવસ સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ મેડીલીંક હોસ્પીટલના ડો. મનિષ અગ્રવાલ વિરુદ્ધ વર્ષ 2009નો કેસ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સજા સંભળાવી છે.