ગીરસોમનાથ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ.રઘુ શર્માએ ગુજરાત કોંગ્રેસમાં બાગડોર સંભાળ્યા બાદથી પક્ષમાં નાની મોટી વિકેટો પડી રહી છે. અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ચુક્યા છે જ્યારે અનેક નેતાઓ હજી પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતાઓ છે. તેવામાં રઘુ શર્મા પણ આનાથી ગિન્નાયા હોય તેવું લાગી રહ્યું છે. રઘુ શર્માએ આજે એક બફાટ કરતા રઘુ શર્માને પોતાના પક્ષના ધારાસભ્યોની સરખામણી કચરા સાથે કરી હતી. સૌરાષ્ટ્રની 54 વિધાનસભા બેઠકોની સમીક્ષા માટે કોંગ્રેસ આવતીકાલે મંથન કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR માં ગટરના પાણીમાંથી બનાવાય છે સોનું,તમે પણ કહેશો વાહ


શુક્રવારે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સહિત કોંગ્રેસી નેતાઓ સોમનાથ પહોંચ્યા હતા. આવતીકાલના કાર્યક્રમ અગાઉ રઘુ શર્માએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં પક્ષ છોડીને ગયેલા નેતાઓ અંગે પુછતા તેમણે કહ્યું કે, જે ગયા તે તમામ કચરો છે. આગામી દિવસોમાં કોણ કોણ કોંગ્રેસ છોડીને જવાનું છે તેની પણ મને ખબર છે. જો કે આ પક્ષ લઇને ભાજપ શું કરશે તે પણ ખબર નથી. જે પોતાના દમ પર જીતી શકે તેમ નથી તેવા નેતાઓ જ ભાજપમાં જઇ રહ્યા છે. 


JUNAGADH: એટલો વરસાદ થયો કે સિંહ હજારો પગથીયા ચડી ગયો !


પ્રદેશ પ્રભારીએ કહ્યું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકોનો રિપોર્ટ છે. હાલ તો ગુજરાત કોંગ્રેસના નેતાનો આ બફાટ ભવિષ્યમાં વિવાદ પેદા કરી શકે છે. આ ઉપરાંત શું અત્યાર સુધી ખબર હોવા છતા પણ કચરો ભરીને બેઠા હતા. હાલ તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ નિવેદન ગુજરાત કોંગ્રેસ માટે જ ગળાનો ગાળીયો સાબિત થાય તેવી શક્યતાઓ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube