રવિ અગ્રવાલ, વડોદરા: કોરોના દર્દીઓને આપવામાં આવતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શનને લઇ સુરતમાં કાળા બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે વડોદરા શહેરની ગૌત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી શીતલ મીસ્ત્રીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન નોડલ અધિકારી શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક પૂર્ણ, 2018ના પરિપત્રના આધારે નિમણૂક ન આપવા રજૂઆત


વડોદરા શહેરના ગૌત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી શીતલ મીસ્ત્રીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શનને લઇ વાત કરતા શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સંજીવની જડીબુટ્ટી સમાન નથી. વડોદરામાં પણ ટોસિલીઝુમેઇ ઇન્જેક્શનની અછત છે. વડોદરામાં પણ મેડિકલ સ્ટોર સંચાલકો ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી કરે છે. કોરોનાના દરેક દર્દીઓને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન આપવું હિતાવહ નથી. કોરોના દર્દીને સાઇટો કાઇન સ્ટોર્મ થાય ત્યારે ટોસિલીઝુમેબ ઇન્જેક્શન આપી શકાય છે.


આ પણ વાંચો:- વડોદરા : પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ


ઉલ્લેખનીય છે કે, સુરતમાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનું બીલ વગ ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઇને નફાખોરીના કૌભાંડનો ફુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો હતો. ફુડ એન્ડ ડ્રગ વિભાગને માહિતી મળી હતી કે સુરતની સાર્થક ફાર્માની માલીક ઉમા કેજરીવાલ દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેમજ વેચાણ બિલ વગર મુળ કિંમત કરતા વધારે ભાવથી Actemra 400 mgનું વેચાણ કરવામાં આવ હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ફુડ એન્ડ ડ્રગ વિભાગે ઉમા કેજરીવાલની ધરપકડ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube