હાર્દિક દીક્ષિત/વડોદરા : વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજુ થઇ ગયું છે. ચૂંટણીનું વર્ષ હોવાથી પાલિકાનાં ડ્રાફ્ટ બજેટમાં પ્રજા પર કોઇપણ પ્રકારનો વેરો નાંખવામાં નથી આવ્યો. વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કોર્પોરેશનમાં તેમનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું. વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. કુલ 3548.38 કરોડ રૂ.નાં આ બજેટમાં પાલિકા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસકાર્યો પર 2920 રૂ. કરોડ ખર્ચ કરશે. વડોદરા કોર્પોરેશનનું આ વર્ષનું બજેટ ગત બજેટની તુલનામાં 216 કરોડ રૂ. વધારે છે. પાલિકાને ચાલુ વર્ષે ટેક્ષનાં નાણાંનાં રૂપમાં 492 કરોડ રૂ. મળવાનો અંદાજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને કોસ્ટગાર્ડે કર્યું દિલધડક ઓપરેશન...


બજેટ અંતર્ગત વડોદરા શહેરમાં વિકાસનાં નાનાં મોટાં 385 જેટલાં કામોને આવરી લેવામાં આવ્યાં છે. જેમાં 28 જેટલાં મહત્ત્વનાં પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વડોદરામાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાં જુદાં જુદાં વિસ્તારોમાં 7 નવાં ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવાનું પણ બજેટમાં આયોજન છે. આ ઉપરાંત વિકાસનાં અન્ય કાર્યોમાં નવાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અર્બન હેલ્થ સેન્ટર તેમજ નાઇટ શેલ્ટર હોમનો પણ સમાવેશ કરાયો છે. વડોદરા કોર્પોરેશનનાં વર્ષ 2020-21નાં બજેટની ખાસિયત એ છે કે, પાલિકાએ વડોદરાની પ્રજા પર બજેટમાં કોઇપણ પ્રકારનો કરવેરો નથી નાંખ્યો. જેથી ચાલુ વર્ષ કોર્પોરેશનની ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણવામાં આવી રહ્યું છે. જો કે, પાલિકાનાં ભાજપનાં શાસકો તે વાતને નકારી વિકાસલક્ષી બજેટ ગણાવી રહ્યાં છે.


કેતન ઇનામદાર રાજીનામુ પરત ખેંચ્યું, સમાધાનની ફોર્મ્યુલા અંગે ચલકચલાણું


બજેટને લઇને વિપક્ષનું કહેવું છે કે, આખું કોર્પોરેશન કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલી રહ્યું છે જેથી કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ડામાડોળ છે, તેવામાં ઓક્ટ્રોયની અવેજમાં સરકાર તરફથી મળતી અપૂરતી ગ્રાન્ટની રકમ વચ્ચે કોર્પોરેશનનું આ બજેટ પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ છે. વડોદરા મહાનગરપાલિકાએ તેનાં ચાલુ વર્ષનાં બજેટમાંથી પણ શહેરનાં મહત્વકાંક્ષી એવાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ પ્રોજેક્ટને પડતો મુક્યો છે. જે માટે પાલિકાની દલીલ છે કે, પ્રોજેક્ટ માટે અલગથી ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સતત ચાર વર્ષ સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ના વડોદરાવાસીઓ ને સપના દેખાડનાર પાલિકા તંત્ર કેમ પાણી માં બેસી ગયું તે નથી સમજાતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube